ડેનીએ વન-ડે ક્રિકેટમાં પોતાની નેશનલ ટીમ માટે 1176 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તે ઉપરાંત તે ટી-20માં 124.51ની સ્ટ્રાઈક રેટથી 2260 રન બનાવી ચૂકી છે. આ ફોર્મેટમાં તેના નામે 2 સદી અને 10 અડધી સદી બોલે છે. માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ તે વન-ડેમાં 27 અને ટી-20માં 46 વિકેટ પોતાના નામે કરી ચૂકી છે. જોકે, તેમ છતાં તેના પર મહિલા પ્રીમિયર લીગ માટે કોઈપણ ટીમે બોલી ન લગાવી.
અર્જુન તેંડુલકર સાથે છે ખાસ કનેક્શન
સચિન તેંડુલકર(Sachin Tendulkar)નો દીકરો અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) અને ડેની વાયટ ખાસ દોસ્ત હોવાનું કહેવાય છે. હકીકતમાં સચિન પોતાના પરિવાર સાથે દર વર્ષે ઉનાળામાં ઈંગ્લેન્ડમાં રજાઓ ગાળવા જાય છે. ઈંગ્લેન્ડમાં ઘણી વખત ડેની અને અર્જુનને એક સાથે જોવામાં આવ્યા છે. આ દરમિયાન તે ડેની સાથે નેટ્સમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતો જોવા મળવા ઉપરાંત ડેનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અર્જુનની સાથે એક રેસ્ટોરાંમાં લંચ માટે ગઈ હતી તેની તસવીર પણ શેર કરી છે.

ડેની વાયટ બેટિંગ ઉપરાતં બોલિંગમાં પણ કમાલ બતાવી ચૂકી છે. તેમ છતાં કોઈ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવવામાં રસ બતાવ્યો ન હતો.
અર્જુન અને ડેની વાયટની તસવીર એ સમયે ઘણી ચર્ચામાં રહી હતી. માનવામાં આવે છે કે, ડેની વાયટ અર્જુન તેંડુલકરની મોટી પ્રંશસક છે. તે ઘણી વખત અર્જુનની બોલિંગના વખાણ કરી ચૂકી છે.
Virat Kohliને કરી ચૂકી છે પ્રપોઝ
માત્ર અર્જુન તેંડુલકર જ નહીં, વિરાટ કોહલીના કારણે પણ ઈંગ્લેન્ડની આ સ્ટાર મહિલા ક્રિકેટર ચર્ચમાં રહી હતી. આ ઘટના વર્ષ 2014ની છે, જ્યારે ડેનીએ ટ્વિટર પર જાહેરમાં કોહલી પ્રત્યે પોતાના પ્રેમનો એકરાર કરતા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, એ સમયે વિરાટ અને અનુષ્કા રિલેશનશિપમાં હતા, એટલે વિરાટે તે તરફ ધ્યાન આપ્યું ન હતું.