arjun tendulkar and danielle wyatt friendship, WPL Auction: અર્જુન તેંડુલકરની ખાસ દોસ્ત રહી એનસોલ્ડ, મુંબઈ ઈન્ડિયન્સે પણ ન ખેલ્યો દાવ - wpl auction: best friend of arjun tendulkar danielle wyatt remain unsold

arjun tendulkar and danielle wyatt friendship, WPL Auction: અર્જુન તેંડુલકરની ખાસ દોસ્ત રહી એનસોલ્ડ, મુંબઈ ઈન્ડિયન્સે પણ ન ખેલ્યો દાવ – wpl auction: best friend of arjun tendulkar danielle wyatt remain unsold


નવી દિલ્હીઃ વીમેન્સ પ્રીમિયર લીગ 2023ના ઓક્શન ( WPL 2023 Auction)માં ઘણી જાણીતી મહિલા ક્રિકેટરો પર ફ્રેન્ચાઈઝીઓએ મોટી બોલી લગાવી. તો, કેટલીક ખેલાડી એવી પણ રહી, જે ઓક્શનમાં અનસોલ્ડ રહી. તેમાંથી જ એક નામ છે ઈંગ્લેન્ડની સ્ટાઈલિશ ખેલાડી ડેની વાયટ (Danielle Wyatt). વીમેન્સ પ્રીમિયર લીગમાં ડેની વાયટે પોતાને 50 લાખની બેઝ પ્રાઈસ પર લિસ્ટ કરી હતી. જોકે, તેના પર કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ બોલી ન લગાવી. ડેની ઈંગ્લેન્ડ માટે 102 વન-ડે અને 139 ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. ખાસ કરીને ટી-20 ફોર્મેટમાં તેને એક ખતરનાક ખેલાડી માનવામાં આવે છે.

ડેનીએ વન-ડે ક્રિકેટમાં પોતાની નેશનલ ટીમ માટે 1176 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તે ઉપરાંત તે ટી-20માં 124.51ની સ્ટ્રાઈક રેટથી 2260 રન બનાવી ચૂકી છે. આ ફોર્મેટમાં તેના નામે 2 સદી અને 10 અડધી સદી બોલે છે. માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ તે વન-ડેમાં 27 અને ટી-20માં 46 વિકેટ પોતાના નામે કરી ચૂકી છે. જોકે, તેમ છતાં તેના પર મહિલા પ્રીમિયર લીગ માટે કોઈપણ ટીમે બોલી ન લગાવી.

WPL Auction: મંધાના 3.4 કરોડ, હરમન 1.8 કરોડ… જાણો મહિલા IPLમાં કોણ કેટલામાં વેચાયુ?
અર્જુન તેંડુલકર સાથે છે ખાસ કનેક્શન
સચિન તેંડુલકર(Sachin Tendulkar)નો દીકરો અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) અને ડેની વાયટ ખાસ દોસ્ત હોવાનું કહેવાય છે. હકીકતમાં સચિન પોતાના પરિવાર સાથે દર વર્ષે ઉનાળામાં ઈંગ્લેન્ડમાં રજાઓ ગાળવા જાય છે. ઈંગ્લેન્ડમાં ઘણી વખત ડેની અને અર્જુનને એક સાથે જોવામાં આવ્યા છે. આ દરમિયાન તે ડેની સાથે નેટ્સમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતો જોવા મળવા ઉપરાંત ડેનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અર્જુનની સાથે એક રેસ્ટોરાંમાં લંચ માટે ગઈ હતી તેની તસવીર પણ શેર કરી છે.

Arjun Tendulkar and Danielle Wyatt relationship

ડેની વાયટ બેટિંગ ઉપરાતં બોલિંગમાં પણ કમાલ બતાવી ચૂકી છે. તેમ છતાં કોઈ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવવામાં રસ બતાવ્યો ન હતો.

અર્જુન અને ડેની વાયટની તસવીર એ સમયે ઘણી ચર્ચામાં રહી હતી. માનવામાં આવે છે કે, ડેની વાયટ અર્જુન તેંડુલકરની મોટી પ્રંશસક છે. તે ઘણી વખત અર્જુનની બોલિંગના વખાણ કરી ચૂકી છે.

arjun tendulkar and danielle wyatt friendship, WPL Auction: અર્જુન તેંડુલકરની ખાસ દોસ્ત રહી એનસોલ્ડ, મુંબઈ ઈન્ડિયન્સે પણ ન ખેલ્યો દાવ - wpl auction: best friend of arjun tendulkar danielle wyatt remain unsoldWPL Auction: નીતા અંબાણીએ જેવી સ્મૃતિ મંધાના પર લગાવી બોલી, ઝૂમી ઉઠી ભારતીય ટીમ, ઐતિહાસિક ક્ષણ
Virat Kohliને કરી ચૂકી છે પ્રપોઝ
માત્ર અર્જુન તેંડુલકર જ નહીં, વિરાટ કોહલીના કારણે પણ ઈંગ્લેન્ડની આ સ્ટાર મહિલા ક્રિકેટર ચર્ચમાં રહી હતી. આ ઘટના વર્ષ 2014ની છે, જ્યારે ડેનીએ ટ્વિટર પર જાહેરમાં કોહલી પ્રત્યે પોતાના પ્રેમનો એકરાર કરતા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, એ સમયે વિરાટ અને અનુષ્કા રિલેશનશિપમાં હતા, એટલે વિરાટે તે તરફ ધ્યાન આપ્યું ન હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *