yuvraj singh, Yuvraj Singhએ Shubman Gillના કર્યા વખાણ, કહ્યું 'આગામી 10 વર્ષમાં તે દિગ્ગજ ખેલાડી બની જશે' - yuvraj singh praised shubman gill said he is destined for greatness in next 10 years

yuvraj singh, Yuvraj Singhએ Shubman Gillના કર્યા વખાણ, કહ્યું ‘આગામી 10 વર્ષમાં તે દિગ્ગજ ખેલાડી બની જશે’ – yuvraj singh praised shubman gill said he is destined for greatness in next 10 years


2011માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજ સિંહનું (Yuvraj Singh) માનવું છે કે, શુભમન ગિલ (Shubman Gill) 2023માં આયોજિત થનારા વનડે વર્લ્ડ કપમાં ઓપનિંગ બેટ્સમેન માટે પ્રબળ દાવેદાર છે. હાલ, ટીમ ઈન્ડિયા વનડે અને ટેસ્ટ સીરિઝ માટે બાંગ્લાદેશના ટુર પર છે. શુભમન ગિલ તેનો ભાગ નથી પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં સામેલ હતો. યુવરાજ સિંહ ત્રીજા બ્લાઈડ ટી20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં તેણે શુભમન ગિલના વખાણ કર્યા હતા. આ સાથે કહ્યું હતું ‘મારું માનવું છે કે શુભમન સારું પર્ફોર્મ કરી રહ્યો છે અને તેના પ્રદર્શનમાં નિરંતરતા છે. મને લાગે છે કે, 2023ના વર્લ્ડ કપમાં ભારત તરફથી ઈનિંગ્સની આગેવાની માટે પ્રબળ દાવેદાર છે’.

પ્રથમ વન-ડેમાં બાંગ્લાદેશ સામે પરાજય બાદ રોહિત શર્માની ટીમને વધુ એક લપડાક

યુવરાજ સિંહે શુભમન ગિલના કર્યા વખાણ
વર્ષ 2019માં તમામ ફોર્મેટમાંથી સંન્સાસ લેનારા યુવરાજ સિંહે પોતાના રાજ્ય પંજાબથી યુવા ક્રિકેટરો માટે મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે અને શુભમન ગિલ પણ તેમા સામેલ છે. કોવિડ-19ના કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન શુભમને યુવરાજ સાથે સમય વિતાવ્યો હતો અને પંજાબના વર્તમાન કેપ્ટન તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્મા સાથે ભારતીય ટીમના આ પૂર્વ ઓલરાઉન્ડ પાસેથી ક્રિકેટના પાઠ શીખ્યો હતો. યુવરાજે કહ્યું હતું ‘શુભમન આકરી મહેનત કરનારો ખેલાડી છે અને તમામ સારી બાબતો પર ધ્યાન આપે છે. મારું માનવું છે કે, આગામી 10 વર્ષમાં તે દિગ્ગજ ખેલાડી બનશે’.

બાંગ્લાદેશે પહેલી વનડેમાં ભારતના મોમાં આવેલો જીતનો કોળિયો છીનવ્યો, ઈરફાન પઠાણને વિશ્વાસ નથી થતો

રમતગમત ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા માગે છે
યુવરાજ સિંહે ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પર્ફોર્મન્સ અને નેશનલ સિલેક્ટર્સને બરતરફ કરવા અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, તે સ્પોર્ટ્સ કે ક્રિકેટર એડમિનિસ્ટ્રેટર બનવા તૈયાર છે. યુવરાજે ઉમેર્યું હતું ‘મને ખબર નથી કે ભવિષ્ય માટે શું લખાયેલું છે, પરંતુ જો હું દેશમાં રમતના વિકાસમાં યોગદાન આપી શકું તો તે સારું રહેશે. હું માત્ર ક્રિકેટ જ નહીં દેશમાં રમતગમતના વિકાસમાં યોગદાન આપવા માગુ છું’.

બાંગ્લાદેશના પ્રવાસે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો, વનડે અને ટેસ્ટ સીરિઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે છે. રવિવારે બંને ટીમ વચ્ચે સીરિઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ભારતની એક વિકેટથી હાર થઈ હતી. આ માટે બેટિંગ ક્ષેત્રમાં સુધારો કરવાની જરૂર હોવાનું કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *