Today News

Yashasvi Jaiswal Rohit Sharma,IND vs WI T20: 21 વર્ષીય યશસ્વી જયસ્વાલે રોહિત શર્માનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો – yashasvi jaiswal breaks rohit sharmas 13 year old t20i record

Yashasvi Jaiswal Rohit Sharma,IND vs WI T20: 21 વર્ષીય યશસ્વી જયસ્વાલે રોહિત શર્માનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો - yashasvi jaiswal breaks rohit sharmas 13 year old t20i record


નવી દિલ્હી: યુવા વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શનિવારે ફ્લોરિડાના લોડરહિલ ખાતે ચોથી T20Iમાં ભારતને ખૂબ જ જરૂરી જીત અપાવવા માટે માત્ર વેસ્ટ ઈન્ડિઝના બોલરોને પછાડ્યા જ નહીં, પરંતુ 21 વર્ષીય ખેલાડીએ લાંબા સમયથી કેપ્ટન રોહિત શર્માના નામે રહેલા મોટા રેકોર્ડને પણ તોડી નાખ્યો.

13 વર્ષ 6 મહિના અને 3 દિવસ જૂનો રોહિતનો રેકોર્ડ તોડ્યો
શનિવારે રમાયેલી ચોથી ટી-20 મેચમાં યશસ્વીએ અણનમ 84 રન ફટકારીને ભારતને 9-વિકેટની શાનદાર જીત અપાવી શ્રેણી 2-2થી બરાબર કરી હતી, તેણે T20I મેચમાં 75 પ્લસ રન બનાવવાના મામલામાં 13 વર્ષ 3 મહિના અને 6 દિવસ જૂના રોહિત શર્માના રેકોર્ડને તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુંબઈનો ક્રિકેટર રોહિત શર્મા T20Iમાં 75-પ્લસનો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો હતો. હવે આ રેકોર્ડ રાજસ્થાનના યશસ્વી જયસ્વાલના નામે છે.

વેસ્ટ ઈન્ડિઝના બોલર્સને ધોઈ નાખ્યા
રોહિત 23 વર્ષ અને 7 દિવસનો હતો જ્યારે તેણે 2010માં બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 79 રન બનાવ્યા હતા. યશસ્વી જેણે શનિવારે રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા ત્યારે તે 21 વર્ષ 227 દિવસનો હતો અને તેણે 75 રનના આંકડાને પાર કર્યો. ઉલ્લેખનીય છે કે, યશસ્વીની શાનદાર ઇનિંગ્સે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાવ્યો હતો, કારણ કે તેણે 51 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. તેણે પોતાની મજબૂત ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બોલર્સની હવા કાઢી નાખી.

T20 ઈન્ટરનેશનલમાં 75થી વધુનો સ્કોર બનાવનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન

ઉંમર રન બોલ બેટ્સમેન કઈ ટીમ સામે તારીખ
21 વર્ષ 227 દિવસ 84* 51 યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ 12 ઓગસ્ટ 2023
23 વર્ષ 7 દિવસ 79* 46 રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા 7 મે 2010
23 વર્ષ 146 દિવસ 126* 63 શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ 1 ફેબ્રુઆરી 2023
23 વર્ષ 156 દિવસ 101 60 સુરેશ રૈના દ. આફ્રિકા 2 મે 2010
23 વર્ષ 221 દિવસ 89 56 ઈશાન કિશન શ્રીલંકા 24 ફેબ્રુઆરી 2022

T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની ટોપ 7 પાર્ટનરશિપ

રન વિકેટ પાર્ટનર્સ કઈ ટીમ સામે તારીખ
176 2nd દીપક હુડ્ડા/સંજુ સેમસન આર્યલેન્ડ 28 જૂન 2022
165 1st કેએલ રાહુલ/રોહિત શર્મા શ્રીલંકા 22 ડિસેમ્બર 2017
165 1st યશસ્વી જયસ્વાલ/શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ 12 ઓગસ્ટ 2023
160 1st શિખર ધવન/ રોહિત શર્મા આર્યલેન્ડ 27 જૂન 2018
158 1st શિખર ધવન/ રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ 1 નવેમ્બર 2017
140 1st કેએલ રાહુલ/રોહિત શર્મા અફઘાનિસ્તાન 3 નવેમ્બર 2021
138 1st વિરાટ કોહલી/રોહિત શર્મા દ.આફ્રિકા 2 ઓક્ટોબર 2015

T20માં વિકેટની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી જીત

વિકેટ કઈ ટીમ સામે સમય
10 ઝિમ્બાવવે 20 જૂન 2016
9 શ્રીલંકા 14 ફેબ્રુઆરી 2016
9 UAE 3 માર્ચ 2016
9 નામિબિયા 8 નવેમ્બર 2021
9 ઓસ્ટ્રેલિયા 7 ઓક્ટોબર 2017
9 વેસ્ટ ઈન્ડિઝ 12 ઓગસ્ટ 2023

Exit mobile version