નવી દિલ્હી: યુવા વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શનિવારે ફ્લોરિડાના લોડરહિલ ખાતે ચોથી T20Iમાં ભારતને ખૂબ જ જરૂરી જીત અપાવવા માટે માત્ર વેસ્ટ ઈન્ડિઝના બોલરોને પછાડ્યા જ નહીં, પરંતુ 21 વર્ષીય ખેલાડીએ લાંબા સમયથી કેપ્ટન રોહિત શર્માના નામે રહેલા મોટા રેકોર્ડને પણ તોડી નાખ્યો.
13 વર્ષ 6 મહિના અને 3 દિવસ જૂનો રોહિતનો રેકોર્ડ તોડ્યો
શનિવારે રમાયેલી ચોથી ટી-20 મેચમાં યશસ્વીએ અણનમ 84 રન ફટકારીને ભારતને 9-વિકેટની શાનદાર જીત અપાવી શ્રેણી 2-2થી બરાબર કરી હતી, તેણે T20I મેચમાં 75 પ્લસ રન બનાવવાના મામલામાં 13 વર્ષ 3 મહિના અને 6 દિવસ જૂના રોહિત શર્માના રેકોર્ડને તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુંબઈનો ક્રિકેટર રોહિત શર્મા T20Iમાં 75-પ્લસનો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો હતો. હવે આ રેકોર્ડ રાજસ્થાનના યશસ્વી જયસ્વાલના નામે છે.

વેસ્ટ ઈન્ડિઝના બોલર્સને ધોઈ નાખ્યા
રોહિત 23 વર્ષ અને 7 દિવસનો હતો જ્યારે તેણે 2010માં બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 79 રન બનાવ્યા હતા. યશસ્વી જેણે શનિવારે રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા ત્યારે તે 21 વર્ષ 227 દિવસનો હતો અને તેણે 75 રનના આંકડાને પાર કર્યો. ઉલ્લેખનીય છે કે, યશસ્વીની શાનદાર ઇનિંગ્સે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાવ્યો હતો, કારણ કે તેણે 51 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. તેણે પોતાની મજબૂત ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બોલર્સની હવા કાઢી નાખી.
T20 ઈન્ટરનેશનલમાં 75થી વધુનો સ્કોર બનાવનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન
ઉંમર | રન | બોલ | બેટ્સમેન | કઈ ટીમ સામે | તારીખ |
21 વર્ષ 227 દિવસ | 84* | 51 | યશસ્વી જયસ્વાલ | વેસ્ટ ઈન્ડિઝ | 12 ઓગસ્ટ 2023 |
23 વર્ષ 7 દિવસ | 79* | 46 | રોહિત શર્મા | ઓસ્ટ્રેલિયા | 7 મે 2010 |
23 વર્ષ 146 દિવસ | 126* | 63 | શુભમન ગિલ | ન્યૂઝીલેન્ડ | 1 ફેબ્રુઆરી 2023 |
23 વર્ષ 156 દિવસ | 101 | 60 | સુરેશ રૈના | દ. આફ્રિકા | 2 મે 2010 |
23 વર્ષ 221 દિવસ | 89 | 56 | ઈશાન કિશન | શ્રીલંકા | 24 ફેબ્રુઆરી 2022 |
T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાની ટોપ 7 પાર્ટનરશિપ
રન | વિકેટ | પાર્ટનર્સ | કઈ ટીમ સામે | તારીખ |
176 | 2nd | દીપક હુડ્ડા/સંજુ સેમસન | આર્યલેન્ડ | 28 જૂન 2022 |
165 | 1st | કેએલ રાહુલ/રોહિત શર્મા | શ્રીલંકા | 22 ડિસેમ્બર 2017 |
165 | 1st | યશસ્વી જયસ્વાલ/શુભમન ગિલ | વેસ્ટ ઈન્ડિઝ | 12 ઓગસ્ટ 2023 |
160 | 1st | શિખર ધવન/ રોહિત શર્મા | આર્યલેન્ડ | 27 જૂન 2018 |
158 | 1st | શિખર ધવન/ રોહિત શર્મા | ન્યૂઝીલેન્ડ | 1 નવેમ્બર 2017 |
140 | 1st | કેએલ રાહુલ/રોહિત શર્મા | અફઘાનિસ્તાન | 3 નવેમ્બર 2021 |
138 | 1st | વિરાટ કોહલી/રોહિત શર્મા | દ.આફ્રિકા | 2 ઓક્ટોબર 2015 |
T20માં વિકેટની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી જીત
વિકેટ | કઈ ટીમ સામે | સમય |
10 | ઝિમ્બાવવે | 20 જૂન 2016 |
9 | શ્રીલંકા | 14 ફેબ્રુઆરી 2016 |
9 | UAE | 3 માર્ચ 2016 |
9 | નામિબિયા | 8 નવેમ્બર 2021 |
9 | ઓસ્ટ્રેલિયા | 7 ઓક્ટોબર 2017 |
9 | વેસ્ટ ઈન્ડિઝ | 12 ઓગસ્ટ 2023 |