yashasvi jaiswal, એકસમયે તંબુમાં રાત પસાર કરતા યશસ્વી જયસ્વાલે મુંબઈમાં ખરીદ્યો 5 BHK ફ્લેટ - the day yashasvi jaiswal scored a hundred on debut against the west indies at windsor park in dominica on thursday

yashasvi jaiswal, એકસમયે તંબુમાં રાત પસાર કરતા યશસ્વી જયસ્વાલે મુંબઈમાં ખરીદ્યો 5 BHK ફ્લેટ – the day yashasvi jaiswal scored a hundred on debut against the west indies at windsor park in dominica on thursday


મુંબઈ: ભારતીય ક્રિકેટના યુવા પ્લેયર યશસ્વી જયસ્વાલે (Yashasvi Bhupendra Kumar Jaiswal) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ડેબ્યૂમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. યશસ્વી પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો છે. ટીમ ઈન્ડિયામાં ડ્રીમ ડેબ્યુ કર્યા બાદ હવે યશસ્વીએ પોતાના પરિવારને એક ખાસ ગિફ્ટ આપી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, યશસ્વી જયસ્વાલે મુંબઈમાં પાંચ રૂમનો ફ્લેટ ખરીદ્યો છે, જેની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે.

પહેલા યશસ્વી જયસ્વાલ બે રૂમના ફ્લેટમાં રહેતો હતો પરંતુ તેનું સપનું પોતાના માટે એક આલીશાન ઘર ખરીદવાનું હતું. યશસ્વીએ પોતાની મહેનત અને સમર્પણથી આ સપનું પૂરું કર્યું છે. યશસ્વી અત્યારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે પરંતુ તેના ભાઈએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘યશસ્વીને હંમેશાં પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા હતી. તેનું સપનું હવે હકીકતમાં ફેરવાઈ ગયું છે.

યશસ્વીના ભાઈ તેજસ્વીએ કહ્યું કે, ‘વેસ્ટ ઈન્ડિઝની ટૂર પર ગયા પછી પણ યશસ્વી નવા ઘરમાં શિફ્ટ થવા વિશે સતત અપડેટ લેતો હતો. પાછા આવ્યા પછી તે જૂના 2 BHK મકાનમાં રહેવા માગતો નહોતો. તેનું સૌથી મોટું સપનું હતું કે તેના પરિવારનું પણ પોતાનું ઘર હોવું જોઈએ. તમે મુંબઈમાં તમારું પોતાનું ઘર રાખવાનું મહત્વ સમજી શકો છો.

યશસ્વીના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલ, મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના છે. હવે પુત્રના ડેબ્યુ ટેસ્ટમાં જોરદાર પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે. ભૂપેન્દ્ર જયસ્વાલે કહ્યું કે યશસ્વીની સદીથી અમને બધાને ખૂબ જ ગર્વ અને ખુશી છે. એટલા માટે અમે ભગવાન ભોલેનાથને જળ ચઢાવવા માટે ઝારખંડમાં બાબા બૈજનાથ ધામ જઈ રહ્યા છીએ.

વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં યશસ્વીએ 171 રનની જોરદાર ઈનિંગ રમી હતી. તેની ઇનિંગમાં તેણે 387 બોલનો સામનો કર્યો જેમાં 16 ફોર અને એક સિક્સ સામેલ હતી. જો કે તેની પાસે બેવડી સદી ફટકારવાની શાનદાર તક હતી, પરંતુ તે ચૂકી ગયો. ટેસ્ટ ડેબ્યુ પહેલા તેણે ડોમેસ્ટિક ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યશસ્વીએ IPLમાં પણ જોરદાર સદી ફટકારી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *