wtc points table, WTC Points Table: આફ્રિકા સામે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતથી ટીમ ઈન્ડિયાને થયો મોટો ફાયદો - wtc points table: team india jumbed to second position after victory over bangladesh

wtc points table, WTC Points Table: આફ્રિકા સામે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતથી ટીમ ઈન્ડિયાને થયો મોટો ફાયદો – wtc points table: team india jumbed to second position after victory over bangladesh


નવી દિલ્હી: ભારતે રવિવારે ચટગાંવમાં બાંગ્લાદેશ (BAN vs IND)ને 188 રને હરાવી આગામી વર્ષે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચવાની શક્યતા વધારી દીધી છે. બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસન (84)ની શાનદાર ઈનિંગ્સ છતાં, યજમાન ટીમની છેલ્લી ચાર વિકેટ છેલ્લા દિવસે લંચ પહેલા પડી ગઈ હતી, જેથી ભારતે બે મેચની ટેસ્ટ સીરિઝમાં પહેલી મેચ પોતાના નામે કરી લીધી. સ્પિનર અક્ષર પટેલ (77 રનમાં 4 વિકેટ) અને કુલદીપ યાદવ (73 રનમાં 3 વિકેટ)એ સૌથી વધુ વિકેટ ઝડપી.

બીજા સ્થાને પહોંચી ટીમ ઈન્ડિયા
બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે હતી. આ જીતથી ભારતને મહત્વના 12 પોઈન્ટ્સ મળ્યા અને હવે જીતની ટકાવારી 55.77 છે. આઈસીસીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ જીતતી ભારત દક્ષિણ આફ્રિકા કરતા આગળ અને હાલની સ્થિતિમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ભારત માટે સારા સમાચાર એ છે કે, ટોપ પર ચાલી રહેલા ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરની દક્ષિણ આફ્રિકા વચ્ચે સીરિઝ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા પહેલી મેચ હારી ગયું છે. કોઈપણ એકના હારવાથી ભારતને ફાયદો જ થશે.

ટોપ-2 વચ્ચે રમાશે ફાઈનલ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો ટોપ-2માં રહેતી ટીમ વચ્ચે રમાશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે સીરિઝની બીજી અને છેલ્લી ટેસ્ટ ગુરુવારે મીરપુરમાં રમશે. ત્યાં વધુ એક જીત સાથે ભારત ટોચની બે ટીમોમાંથી એક તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરી શકે છે. ભારતીય ટીમ આગામી વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન ચાર ટેસ્ટ મેચોની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા જશે.

રોહિત શર્માની ટીમને ગત વર્ષે લોર્ડસમાં પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જે તે 2023ની ફાઈનલમાં પહોંચશે તો આ વખતે તેની પાસે એ નુકસાનની ભરપાઈ કરવાની તક હશે. હાલમાં પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા ચોથા અને ઈંગ્લેન્ડ પાંચમા નંબરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *