પહેલી મેચ ખાસ હોય છે અને ડીવાય પાટિલ ક્રિકેટ સ્ટેડિયમ નવી મુંબઈમાં રમાયેલી WPLની પહેલી મેચમાં અનેક પ્લેયર્સ એવા રહ્યા કે જેઓ હંમેશા માટે ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયા છે. હરમનપ્રીત કૌરથી લઈને તનુજા કંવર અને હરલીન દેઓલથી લઈને હેલી મેથ્યુઝ તમામ એક ઐતિહાસિક મેચનો ભાગ બન્યા હતા. હરમનપ્રીત કૌરે પહેલી જ મેચમાં ફિફ્ટી ફટકારી હતી અને ઈતિહાસ રચ્યો હતો.