world cup in australia, BCCI સોમવારે બપોરે T20 World Cup 2022 માટે કરી શકે છે ટીમની પસંદગી - indian team to be picked today for t20 world cup 2022

world cup in australia, BCCI સોમવારે બપોરે T20 World Cup 2022 માટે કરી શકે છે ટીમની પસંદગી – indian team to be picked today for t20 world cup 2022


મુંબઈઃ ઓસ્ટ્રેલિયામાં રમાનારા આગામી T20 વર્લ્ડકપ માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. અમારા સહયોગી TOI સાથે BCCIના સૂત્રએ કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, “હા, આજે બપોરે T20 વર્લ્ડકપ માટેની ટીમ અંગે ઓનલાઈન મીટિંગ થવાની છે.” આ ટીમમાં વિરોધી ટીમને પોતાની ફિરકીમાં ફસાવતા લેફ્ટ-આર્મ સ્પીનર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટીમમાંથી બહાર રહી શકે છે. જાડેજા UAEમાં રમાયેલા એશિયા કપ દરમિયાન ઘાયલ થયો હતો.

રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ કે જેમને એશિયા કપમાં ચાન્સ નથી મળ્યો તેઓને વર્લ્ડકપમાં ચાન્સ મળી શકે છે. તેઓ ઈજામાંથી બહાર આવી ગયા છે અને નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોરમાં ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે.

હર્ષલ પટેલ ભારતનો બીજા નંબરનો આ વર્ષમાં T20 મેચમાં વિકેટ લેનારો બોલર છે, જેના પહેલા માત્ર ભૂવનેશ્વર કુમાર (31)નો નંબર આવે છે. હવે એ જોવાનું રહેશે કે આ ત્રણમાંથી કયા બે બોલર્સને ટીમમાં સ્થાન મળશે, આ લિસ્ટમાં આવેશ ખાનનું નામ પણ ઉપર આવે છે. આ ચાર બોલર્સની સાથે ભારતે અર્શદીપ સિંઘને પણ બેસાડી રાખવાનું મુશ્કેલ બનશે, કારણ કે તેણે એશિયા કપ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સીમ-બોલિંગ ઓલ-રાઉન્ડર દીપક ચહર પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ભારતના અનુભવી લેગ-સ્પીનર યુજવેન્દ્ર ચહલની સાથે જાડેજાની ગેરહાજરીમાં અન્ય સ્પીનર તરીકે રવિ બિશ્નોઈને ચાન્સ મળી શકે છે, રવિએ એશિયા કપમાં ‘સુપર-4’ દરમિયાન પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમમાં એશિયા કપ દરમિયાન વિરાટ કોહલીનું ફોર્મ પાછું આવ્યું છે અને કોહલીની બેટથી સેન્ચ્યુરી પણ જોવા મળી છે.

ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. ભારતીય ટીમ એશિયા કપમાં શાનદાર શરુઆત કર્યા બાદ ‘સુરત-4’થી ફાઈનલ સુધી પહોંચવામાં સફળ થઈ નહોતી. આ દરમિયાન અફઘાનિસ્તાનને હરાવ્યું તે પહેલા ભારતે પાકિસ્તાન અને શ્રીલંકા સામે રસાકસી બાદ હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *