World Cup રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ, વિદેશ મંત્રાલયે આપ્યું મોટુ અપડેટ - pakistani team will come to india to play world cup ministry of external affairs gave a big update

World Cup રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ, વિદેશ મંત્રાલયે આપ્યું મોટુ અપડેટ – pakistani team will come to india to play world cup ministry of external affairs gave a big update


નવી દિલ્હીઃ પાકિસ્તાને સત્તાવાર રીતે પોતાની ટીમને World Cup 2023 માટે ભારત મોકલવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે એક નિવેદનમાં કહ્યું કે, અમારું માનવું છે કે, ખેલ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય આયોજનોમાં પોતાની જવાબદારી પૂરી કરવા માટે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો આડા ન આવવા જોઈએ. ભારતમાં પાંચ ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. પીસીબીએ ટીમને ભારત મોકલવાની વાત પોતાની સરકાર પર નાખી દીધી હતી. હવે આ વાત પર પાકિસ્તાનની સરકારે સત્તાવાર રીતે મહોર મારી દીધી છે.

પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, પાકિસ્તાનનો નિર્ણય ભારતના દુરગ્રાહી વલણ પ્રત્યે અમારું તાર્કિક અને જવાબદારીથી ભરેલા વલણ વિશે વાત કરે છે, કારણ કે ભારતે પોતાની ટીમને એશિયા કપ માટે પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કર્યો હતો.
IND vs WI T20: તિલક વર્માની અડધી સદી એળે ગઈ, હાર્દિક પંડ્યાએ કોના માથે ફોડ્યું હારનું ઠીકરું?
આ ચિંતા કરી વ્યક્ત
જો કે, પાકિસ્તાને પોતાની ટીમની સુરક્ષા માટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. નિવેદનમાં કહ્યું છે કે, અમે અમારી ચિંતાથી આઈસીસી અને ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશનને અવગત કર્યા છે. અમે આશા રાખીએ છીએ કે ભારતની મુલાકાતે આવી રહેલી પાકિસ્તાની ટીમને સંપૂર્ણ રીતે સુરક્ષા આપવામાં આવશે.

તારીખ બદલાતા નારાજગી
એક તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટીમને ભારત મોકલવાની જાહેરાત કરી દીધી છે, તો પીસીબીના અધિકારી પોતાની ટીમની મેચની સતત બદલાઈ રહેલી તારીખથી નારાજ છે. પાકિસ્તાનની બે મેચોની તારીખ પહેલાં જ બદલાઈ ચૂકી છે. શનિવારે એવા રિપોર્ટ સામે આવ્યા કે ઈડન ગાર્ડનમાં રમાનારી મેચની તારીખ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે આ દિવસે કાળીપૂજાનો કાર્યક્રમ છે. અને કોલકત્તા પોલીસે કહ્યું કે, આ દિવસે સુરક્ષા આપવી થોડી મુશ્કેલ હશે.
World Cup રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ, વિદેશ મંત્રાલયે આપ્યું મોટુ અપડેટ - pakistani team will come to india to play world cup ministry of external affairs gave a big updateWI vs IND: મેડન ટી20માં અડધી સદી ફટકારી તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, પંત-ઉથપ્પાને પણ છોડી દીધા પાછળ
અહીં રમશે પાકિસ્તાન
મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી પંદર ઓક્ટોબરના રોજ મેચ રમાવાની હતી, પરંતુ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે આગામી 14 ઓક્ટોબરના રોજ બંને ટીમ વચ્ચે મુકાબલો થશે. ભારતના પ્રવાસ દરમિયાન પાકિસ્તાન નવ મેચ રમશે. જે હૈદરાબાદ, અમદાવાદ, બેંગાલુરુ, ચેન્નાઈ અને કોલકત્તામાં રમાવવાની છે. આ સિવાય પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આગામી 12 ઓક્ટોબરના રોજ મેચ રમાવવાની હતી, પણ હવે તે તારીખ બદલાઈને 10 ઓક્ટોબર કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં રમાવા જઈ રહેલી ભારત અને પાકિસ્તાન મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેચને લઈ આસપાસની હોટલના પણ બુકિંગ થઈ ગયા છે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *