સંજના જોર્જ કેરળ રાજ્યની રહેવાસી છે. WWEમાં તે મિક્સ માર્શલ આર્ટ્સમાં જોવા મળી હતી. તેણે હમણાં સુધી WWEની રિંગમાં રેસલર તરીકે ડેબ્યૂ નથી કર્યું. જો સંજના રેસલર તરીકે WWEમાં ડેબ્યૂ કરશે તો તે કવિતા દેવી બાદ ભારત તરફથી WWEની બીજી મહિલા રેસલર બની જશે. તે WWEની ઘણી મહિલા રેસલિંગમાં રેફરી તરીકે જોવા મળી છે.