Today News

virat kohli vs sachin tendulkar, વન-ડેમાં સચિન વિ. વિરાટઃ કેવી રીતે ‘ક્રિકેટના ભગવાન’ના રેકોર્ડ્સ માટે જોખમી બન્યો ‘કિંગ’ કોહલી – virat kohli vs sachin tendulkar in one day cricket and their records

virat kohli vs sachin tendulkar, વન-ડેમાં સચિન વિ. વિરાટઃ કેવી રીતે 'ક્રિકેટના ભગવાન'ના રેકોર્ડ્સ માટે જોખમી બન્યો 'કિંગ' કોહલી - virat kohli vs sachin tendulkar in one day cricket and their records


સચિન તેંડુલકરને ‘ક્રિકેટના ભગવાન’ (God of Cricket) તરીકે ઓળખવામાં આવે છે તો વિરાટ કોહલી હવે ‘કિંગ’ કોહલી તરીકે જાણીતો બની ગયો છે. બંને ખેલાડીઓ આમ તો જોડે રમી ચૂક્યા છે અને બંનેની રમવાની સ્ટાઈલ અલગ-અલગ છે. ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે સચિન અને કોહલીની તુલના થઈ શકે નહીં કેમ કે બંને અલગ-અલગ સમયે રમ્યા છે. હાલમાં ક્રિકેટના નિયમો પણ બેટર્સને વધારે ફેવર કરી રહ્યા છે. જોકે, કોહલીએ પણ પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં પોતાને ક્રિકેટના સર્વકાલિન મહાન બેટર્સમાં સામેલ કરી દીધો છે. ત્રણ વર્ષ સુધી કારકિર્દીના અત્યંત કંગાળ ફોર્મમાં રમનારો કોહલી હવે જૂના રંગમાં પરત ફર્યો છે. છેલ્લી ચાર વન-ડેમાં તેણે ત્રણ સદી ફટકારી છે. રવિવારે શ્રીલંકા સામે ત્રીજી અને અંતિમ વન-ડેમાં તેણે ધમાકેદાર 166 રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ ઘરઆંગણે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેણે સચિન તેંડુલકરના 20 સદીના રેકોર્ડને તોડી નાંખ્યો છે. આ સાથે તે વન-ડેમાં સૌથી વધુ રન નોંધાવવાના મામલે શ્રીલંકન લિજેન્ડ મહેલા જયવર્દનેને પાછળ રાખીને પાંચમાં ક્રમે આવી ગયો છે.

એક સમય હતો જ્યારે મોટા ભાગના ક્રિકેટ પંડિતો કહી રહ્યા હતા કે કોહલી સચિનના 49 વન-ડે સદીના રેકોર્ડને તોડી નાંખશે. હવે આ વાત ફક્ત સમયની રહી ગઈ છે કેમ કે કોહલી સચિનના 49 વન-ડે સદીના રેકોર્ડને તોડવાથી ફક્ત ત્રણ સદી દૂર છે. તેથી હવે સચિન અને વિરાટની તુલના ફરીથી શરૂ થઈ ગઈ છે. કોહલીએ અત્યાર સુધી વન-ડેમાં 46 સદી સાથે કુલ 74 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. અમારા સહયોગી ટાઈમ્સઓફઈન્ડિયા.કોમ દ્વારા સચિન અને વિરાટના આંકડાની તુલના કરી છે. જોકે, તે વાત તો જગજાહેર છે કે કોહલી સચિનને પોતાનો આદર્શ માને છે.

સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની વન-ડે સદી
આ બાબતમાં વિરાટ કોહલી સચિનથી આગળ છે. 10 વન-ડે સદી ફટકારવામાં સચિને 131 ઈનિંગ્સ રમી હતી જ્યારે કોહલીએ તેના માટે ફક્ત 80 ઈનિંગ્સ રમી હતી. કોહલીએ સચિન કરતાં ઓછી ઈનિંગ્સમાં પોતાની સદી ફટકારી છે. કોહલીએ 259મી ઈનિંગ્સમાં પોતાની 46મી સદી ફટકારી છે. જ્યારે સચિને 46 વન-ડે સદી ફટકારવા માટે 431 ઈનિંગ્સ રમી હતી. 20 સદી માટે સચિને 197 અને કોહલીએ 133 ઈનિંગ્સ રમી હતી. જ્યારે 30 સદી માટે સચિને 267 અને કોહલીએ 186 તથા 40 સદી માટે સચિને 355 અને કોહલીએ 216 ઈનિંગ્સ રમી હતી.

સચિન વિ. વિરાટઃ વિજય અપાવવામાં સૌથી વધુ સદી
વિરાટ કોહલીએ અત્યાર સુધી 259 વન-ડે ઈનિંગ્સ રમી છે. જેમાંથી 157 વિજયમાં તે ભારતીય ટીમનો ભાગ રહ્યો છે અને તેમાં તેણે 38 સદી ફટકારી છે. હવે તેની તુલનામાં સચિને 452 વન-ડે ઈનિંગ્સ રમી હતી. જેમાંથી 231 ઈનિંગ્સ એવી છે જેમાં ભારતનો વિજય થયો હતો. વિજયમાં સચિને 33 સદી ફટકારી હતી. આમ આ બાબતમાં તે સચિન કરતાં પાંચ સદી આગળ છે.

વન-ડેમાં સફળ ચેઝમાં સચિન વિ. વિરાટ
વિરાટ કોહલીએ ટાર્ગેટ પાર પાડતી વખતે કરેલી લાજવાબ બેટિંગના કારણે ‘ચેઝ માસ્ટર’નું બિરૂદ મેળવી લીધું છે. ખાસ કરીને વન-ડેમાં કોહલી ટાર્ગેટ ચેઝ કરવામાં માસ્ટર છે. પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં સચિને સફળ રન ચેઝમાં 124 ઈનિંગ્સ રમી છે. હાલમાં 89 ઈનિંગ્સ સાથે કોહલી બીજા ક્રમે છે. જ્યારે સફળ રન ચેઝમાં સૌથી વધુ સદીની વાત આવે તો સચિનની 14 સદી થાય છે જ્યારે કોહલીની 22 સદી છે. આ ઉપરાંત અડધી સદીને સદીમાં બદલવામાં પણ કોહલી આગળ છે. આ મમલે સચિની ટકાવારી 33.79 છે જ્યારે કોહલીની ટકાવારી 41.82 થાય છે.

Exit mobile version