virat kohli, Virat Kohli: 'કિંગ'ના ટેગમાં નથી માનતો વિરાટ કોહલી, 'પ્રિન્સ' શુભમન ગિલ સાથે આવા છે સંબંધો - kirat kohli react on king title for him and prince title for shubman gill

virat kohli, Virat Kohli: ‘કિંગ’ના ટેગમાં નથી માનતો વિરાટ કોહલી, ‘પ્રિન્સ’ શુભમન ગિલ સાથે આવા છે સંબંધો – kirat kohli react on king title for him and prince title for shubman gill


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli) કિંગ કહેવામાં આવે છે. કોહલીના પર્ફોર્મન્સે ક્રિકેટની દુનિયામાં તેને આ બિરુદ અપાવ્યું છે. તો બીજી તરફ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત ફોર્મમાં છે. ટેસ્ટથી લઈને આઈપીએલ સુધી તેણે ખૂબ રન બનાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં તેણે બેવડી સદી ફટકારી હતી. આટલું જ નહીં T20 લીગની આ સીઝનમાં તે સૌથી વધારે રન બનાવનારો ખેલાડી હતો, તેના નામ પર ત્રણ સદી હતી. તેવામાં ફેન્સ તેને પ્રિન્સ કહી રહ્યા છે. પરંતુ કોહલી આ કિંગ અને પ્રિન્સના ટેગ વિશે શું વિચારે છે તે અંગે હાલમાં તેણે જણાવ્યું હતું.હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

વિરાટ કોહલીને પસંદ નથી ‘પ્રિન્સ’નું બિરુદ
વિરાટ કોહલીએ પોતાને કિંગ અને શુભમન ગિલને પ્રિન્સ કહેવા પર આઈસીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘કિંગ અને પ્રિન્સનું ટેગ અથવા આ પ્રકારની વસ્તુઓ ફેન્સ અથવા દર્શકો માટે સારી છે. પરંતુ મને લાગે છે કે એક સીનિયર ખેલાડીનું કામ યુવાન ખેલાડીની ગેમમાં સુધારો કરવામાં મદદ કરવાનું છે. શુભમન મારી સાથે ગેમ વિશે ઘણી વાતો કરે છે, તે હંમેશા શીખવા માટે ઉત્સુક રહે છે અને આ ઉંમરમાં તેની સ્કિલ ગજબની છે. તેની પાસે હાઈ લેવલનું પર્ફોર્મ કરવાની જબરદસ્ત ક્ષમતા છે. તે આત્મવિશ્વાસુ છે. અમારી વચ્ચે તેવા સંબંધો છે અને અમારી પાસે સન્માનના આધાર પર તે સમજ છે. હું તેને આગળ વધવામાં મદદ કરવા માગુ છું. તેણે પોતે જ તેની ક્ષમતાને સમજવી પડશે. તેનાથી તે તત સારું રમી શકશે અને લાંબા સમય સુધી રમી શકશે, જેનાથી ભારતીય ક્રિકેટને ફાયદો થશે’.

4 ઓવર, 7 રન અને 6 વિકેટ… WTC ફાઈનલમાં આ છે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનું ઘાતક હથિયાર

ઓસ્ટ્રેલિયા ભારતને હળવાશથી નથી લેતુંઃ કોહલી
ઈંગ્લેન્ડમાં આજથી (7 જૂન) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરૂ થશે, જે 11 જૂને પૂરી થશે. ત્યારે કોહલીનું કહેવું હતું કે, ભારતીય ટેસ્ટ ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ જમીન પર બે વખત હરાવીને ઘણું સન્માન મળ્યું છે તેથી તેમને હળવાશથી લેવામાં આવતા નથી. ભારતે ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે 2018-19 અને 2020-21માં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતાં 2-1ના સમાન અંતરથી સીરિઝ જીત્યું હતું.

WTC ફાઈનલઃ કેપ્ટન રોહિત શર્માને અંગૂઠામાં થઈ ઈજા, ટીમ ઈન્ડિયા ચિંતામાં

હવે ખરાખરીનો જંગ થશેઃ કોહલી
કોહલીએ ઉમેર્યું હતું કે ‘શરૂઆતમાં માહોલ તણાવપૂર્ણ રહેતો હતો. પરંતુ જ્યારથી અમે ઓસ્ટ્રેલિયામાં બે વખત જીત મેળવી છે ત્યારે હરીફાઈ સન્માનમાં બદલાઈ ગઈ છે અને ટેસ્ટ ટીમ તરીકે અમને હવે હળવાશથી લેવામાં આવતા નથી. અમે તે સન્માનને અનુભવી શકીએ છીએ જ્યારે અમે ઓસ્ટ્રેલિયા સામે રમીએ છીએ ત્યારે થાય કે અમે સ્વદેશમાં સતત બે વખત હરાવ્યા છે અને આ બરાબરીની લડાઈ થશે’.

આજથી શરૂ થશે WTCની ફાઈનલ
કોહલીએ જણાવ્યું હતું કે, તે હંમેશા ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત રહે છે, કારણ કે તે ભાગ્યે જ પોતાના વિરોધીઓને સારું પર્ફોર્મ કરવાની તક આપે છે. તેણે ઉમેર્યું હતું ‘હું તે માનસિકતાને સમજું છું કે તમામ 11 ખેલાડીઓનો વિચાર સમાન છે અને તેઓ દરેક તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. તેથી, આ ટીમ સામે મારી પ્રેરણા વધી જાય છે, જે એટલી જાગૃત છે કે મારે મારી ગેમના લેવલને વધારવું પડે છે’.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *