virat kohli, T20 World Cupમાં કોહલીના રેકોર્ડ્સ જોઈને ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું- 'આ અવિશ્વસનીય છે' - virat kohli is freak and his t20 world cup records are super freakish says shane watson

virat kohli, T20 World Cupમાં કોહલીના રેકોર્ડ્સ જોઈને ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું- ‘આ અવિશ્વસનીય છે’ – virat kohli is freak and his t20 world cup records are super freakish says shane watson


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ત્રણ વર્ષ સુધી કંગાળ ફોર્મથી લડતો રહ્યો હતો અને આ દરમિયાન તેની નિષ્ફળતાની ઘણી ટીકાઓ પણ થઈ હતી. જોકે, ટી20 વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ પહેલા જ તેણે પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. ભૂતપૂર્વ સુકાની ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામે બુધવારે રમાયેલી મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી અને આ દરમિયાન તે ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન નોંધાવનારો બેટર બની ગયો હતો. ટી20 વર્લ્ડકપમાં તેના આંકડા જોઈને ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર શેન વોટસન તેના પ્રદર્શનથી ઘણો જ પ્રભાવિત થયો છે અને કોહલીના રેકોર્ડ્સને અવિશ્વસનીય ગણાવ્યા છે.

હાલમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં કોહલી અત્યાર સુધી ચાર મેચમાં ત્રણ અડધી સદી ફટકારી ચૂક્યો છે. કોહલીએ પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી હતી અને ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો. ત્યારબાદ તેણે નેધરલેન્ડ્સ સામે અને બાદમાં બુધવારે બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે શ્રીલંકન લિજેન્ડ મહેલા જયવર્દનેના ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન નોંધાવવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. મહેલા જયવર્દનેએ ટી20 વર્લ્ડ કપમાં 1016 રન નોંધાવ્યા હતા. કોહલીએ અત્યાર સુધી 25 મેચની 23 ઈનિંગ્સમાં 1065 રન નોંધાવ્યા છે. જ્યારે ત્રીજા ક્રમે રહેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલે 33 મેચમાં 965 રન ફટકાર્યા હતા.

શેન વોટસને જણાવ્યું હતું કે, ટી20 વર્લ્ડ કપમાં 80થી વધુની એવરેજથી 1000થી વધુ રન, આ વાત મારા માન્યામાં આવતી નથી. ટી20 ક્રિકેટ હાઈ-રિસ્ક ગેમ, હાઈ-રિસ્ક બેટિંગની ગેમ છે. કોહલી અવિશ્વસનીય છે અને તેના આંકડા તેનાથી પણ વધારે અવિશ્વસનીય છે. આવા હાઈ-રિસ્ક ફોર્મેટમાં તમે આવી બેટિંગ કરી શકો છો અને સાતત્યપૂર્ણ રીતે રન નોંધાવી શકો છો તે અવિશ્વસનીય છે.

કોહલીએ વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 220 રન નોંધાવ્યા છે. તેણે પાકિસ્તાન સામે અણનમ 82 રન, નેધરલેન્ડ્સ સામે અણનમ 62, સાઉથ આફ્રિકા સામે 12 અને બાંગ્લાદેશ સામે અણનમ 64 રનની ઈનિંગ્સ રમી હતી. જયવર્દનેએ 31 ઈનિંગ્સમાં 1016 રન નોંધાવ્યા હતા. જ્યારે કોહલીએ ફક્ત 23 ઈનિંગ્સમાં જ તેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *