virat kohli poor performance, વિરાટ કોહલી હવે FAB-4 ક્લબથી બહાર ફેંકાયો, ટેસ્ટમાં કંગાળ ફોર્મના કારણે દિગ્ગજની તીખી પ્રતિક્રિયા - akash chopra said virat kohli now out of fab4 club

virat kohli poor performance, વિરાટ કોહલી હવે FAB-4 ક્લબથી બહાર ફેંકાયો, ટેસ્ટમાં કંગાળ ફોર્મના કારણે દિગ્ગજની તીખી પ્રતિક્રિયા – akash chopra said virat kohli now out of fab4 club


Virat Kohli Out Of FAB-4 Club: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં એકતરફી હારનો સામનો કરીને ટીમ ઈન્ડિયા ઘરે પરત ફરી છે. તેવામાં હવે વિરાટ કોહલીના ટેસ્ટમાં કંગાળ પ્રદર્શનના કારણે ફેન્સ નિરાશ થઈ ગયા હતા. એક સમયે એવો હતો કે આ ખેલાડી એક એન્ડથી મેચ ચલાવતો અને ભારત મેચ જીતી જતું હતું. પરંતુ હવે ટેસ્ટમાં સતત ફ્લોપ રહેતા કોહલી પર કટાક્ષ કરતા આકાશ ચોપરાએ મોટી વાત કહી દીધી છે. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે પહેલા જે ટેસ્ટ વર્લ્ડ ક્રિકેટની FAB-4 ક્લબ હતી એમાંથી વિરાટ કોહલી બહાર ફેંકાઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ ક્લબમાં વિરાટ કોહલી, જો રૂટ, કેન વિલિયમ્સન અને સ્ટીવ સ્મિથનો સમાવેશ થતો હતો. પરંતુ હવે આકાશે વધુમાં કહ્યું કે આ FAB-3 ક્લબ બની ગઈ છે અને કોહલી આનાથી બહાર ફંગોળાઈ ગયો છે.

વિરાટ કોહલીનું પ્રદર્શન સતત ખરાબ
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ અને કેન વિલિયમ્સનને તેની શાનદાર બેટિંગના કારણે FAB-4 ક્લબમાં સામેલ કરાયા હતા. આને ચાર ખેલાડીઓનું રાખવામાં આવ્યું હતું કારણે તેઓ આખા વિશ્વમાં જઈને કોઈપણ મેદાન હોય જોરદાર રન કરતા હતા. વર્લ્ડ ક્રિકેટમાં તેમના નામથી બોલર્સ ગભરાઈ જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલીએ પોતાની લય ટેસ્ટ ક્રિકેટમાં ગુમાવી દીધી છે. એનું સીધું પરિણામ એ આવ્યું કે ફેન્સ નિરાશ થવા લાગ્યા અને ભારતની વિનિંગ ટકાવારી ઘટવા લાગી.

કોહલી તો FAB-4ની બહાર ફેંકાઈ ગયો- આકાશ ચોપરા
આકાશ ચોપરાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર વાતચીત કરતા જણાવ્યું કે હવે કોહલી ખરાબ ફોર્મમાં છે. અત્યારે વર્લ્ડ ક્રિકેટમાં FAB-4 જેવું કઈ રહ્યું જ નથી. કોહલી આ ક્લબની તો ક્યાય બહાર ફંગોળાઈ ગયો છે. અત્યારે આમાં હવે FAB-3 જ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આકાશ ચોપરાના આ નિવેદન પછી હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીના ફેન્સ ગુસ્સે થઈ ગયા છે. તો બીજી બાજુ વિરાટ કોહલીને લઈને ઘણા લોકો ટિકા પણ કરી રહ્યા છે. પરંતુ આકાશ ચોપરાના આ એક નિવેદનથી ખળભળાટ મચી ગયો હોય એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

આકાશ ચોપરાએ વિરાટ પર તંજ કસ્યો
વિરાટ કોહલી, જો રૂટ, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન એક સમયે ચોક્કસપણે FAB-4નો ભાગ હતા. આ યાદીમાં ડેવિડ વોર્નરનું નામ પણ લેવામાં આવ્યું હતું. અમે અહીં 2014 અને 2019 વચ્ચેના ટેસ્ટ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છીએ. જોકે, હવે તે FAB-4 નહીં પણ FAB-3 છે. જો વિરાટ કોહલીના 2014 અને 2019 વચ્ચેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 62 મેચમાં 5695 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 22 સદી પણ ફટકારી હતી અને તે સતત સારુ રમી રહ્યો હતો. જોકે તેની બેટિંગ હવે પહેલા જેવી રહી નથી. ત્યારબાદ તેણે 25 મેચમાં 1277 રન બનાવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *