રોહિત ઓપન કરવા માટે નીચે ઉતર્યો ન હતો
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરી શક્યો નહોતો. શિખર ધવન સાથે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઓપનર તરીકે મેદાનમાં આવ્યા હતા. ઈનિંગના પહેલા બોલ પર ચોગ્ગા ફટકારનાર વિરાટને બીજી ઓવરમાં ઈબાદત હુસૈને બોલ્ડ કર્યો હતો. વિરાટે છેલ્લે જાન્યુઆરી 2014માં ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે તે સમયે ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્મા સાથે ઓપનિંગ કર્યું હતું.
રોહિત પ્રવાસની બહાર થઈ શકે છે
રોહિત શર્માના ડાબા હાથમાં ઈજા થઈ છે. તેની આંગળીમાંથી પણ લોહી નીકળ્યું હતું. ત્યાર બાદ રોહિત શર્માને સ્કેન માટે લઈ જવાયા બાદ સ્ટેડિયમ પરત ફર્યો હતો. ત્યારે તે ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. જ્યાં તેની આંગળીઓ પર ડ્રેસિંગ જોવા મળ્યું હતું. તેના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે રોહિત પ્રવાસ પરની વનડે શ્રેણીની સાથે સાથે ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે.
બીજી મેચમાં પણ ભારતનો પરાજય
શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો 1 વિકેટે પરાજય થયો હતો. સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવી પડે તેમ હતી, વિરાટ કોહલી બાદ શિખર ધવન પણ પેવેલિયન પરત ફર્યો છે. ગત પ્રવાસમાં પણ ભારત બાંગ્લાદેશમાં વનડે શ્રેણી હારી ગયું હતું. ત્યારે બીજી મેચમાં પણ ભારતનો પરાજય થયો હતો.