virat kohli, IND vs SL: Virat Kohliનો શોટ રોકવા જતાં બની ભયંકર ઘટના, શ્રીલંકાના ખેલાડીને સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો - ind vs sl jeffrey vandersay and ashen bandara injured as they tried to stop virat kohli shot

virat kohli, IND vs SL: Virat Kohliનો શોટ રોકવા જતાં બની ભયંકર ઘટના, શ્રીલંકાના ખેલાડીને સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો – ind vs sl jeffrey vandersay and ashen bandara injured as they tried to stop virat kohli shot


તિરુવનંતપુરમ્ઃ ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાી હતી. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને યજમાન ટીમે 5 વિકેટ પર 390 રનનો ખડકલો કર્યો હતો. પહેલા શુભમન ગિલ અને પછી વિરાટ કોહલીએ (Virat Kohli) સદી ફટકારી હતી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતીય ઈનિંગ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. ઘટના 43મી ઓવરની છે. વિરાટ કોહલી 95 રન પર રની રહ્યો હતો. તેના બોલને રોકવા માટે જેફરી વેંડરસે (Jeffrey Vandersay) ડીપ સ્ક્વેર લેગ અને અશેન બંડારા (Ashen Bandara) ડીપ મિડ વિકેટ તરફથી ભાગ્યો હતો. બોલ બંનેની વચ્ચે હતો અને આ કારણથી તેમણે તેને રોકવા માટે ડાઈવ લગાવી હતી, આ દરમિયાન બંને એકબીજા સાથે અથડાયા હતા.

IND vs SL: કોહલીને મળવા જીવ જોખમમાં મૂકી મેદાનમાં ઘૂસી આવ્યો ફેન અને પછી થયું કંઈક આવું

બંડારા અને જેફરી વચ્ચે ટક્કર
આ મુકાબલા માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ બંડારાએ બોલને રોકવા માટે પગની મદદથી સ્લાઈડ કરી. તો જેફરીએ હાથથી રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વચ્ચે બંડારાનો ઘૂંટણ વેંડરસેના પેટ તરફ જઈને વાગ્યો હતો. જેના કારણે તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. બંને ખેલાડી બાઉન્ડ્રી લાઈન પર પડી રહ્યા હતા. ત્યારબાદ ફિઝિયોએ આવીને તેમને ચેક કર્યા હતા અને મેચ ઘણા સમય સુધી અટવાયેલી રહી હતી. શ્રીલંકાના તમામ ખેલાડી તેમના સાથીના હાલચાલ પૂછવા દોડ્યા હતા. બંડારા તો ચાલવાની હાલતમાં પણ નહોતો. જેના કારણે મેદાન પર સ્ટ્રેચર લાવવું પડ્યું હતું. તેને તેમા ઊંઘાડીને લઈ જવાયો હતો.

IND vs SL: જૂના રંગમાં પાછો ફર્યો વિરાટ કોહલી, ચાર વનડેમાં ફટકારી ત્રીજી સદી

ભારતને મળી સૌથી મોટી સફળતા
સારા ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની સદી તેમજ બંને વચ્ચે થયેલી શાનદાર ભાગીદારીથી ભારતે પાંચ વિકેટ પર 390 રન બનાવ્યા હતા. કોહલી 166 રન બનાવી અણનમ રહ્યો હતો, તો યુવા બેટ્સમેન શુભમને 116 પરન કર્યા હતા. કોહલીની આ 46મી જ્યારે શુભમનની બીજી સદી હતી. ભારતે 317 રનથી આ મેચને પોતાના નામે કરી હતી. વનડેમાં કોઈ ટીમને 300 કરતાં વધારે રનથી જીત મળી હોય તેવું પહેલીવાર બન્યું હતું. આ પહેલા રનના મામલે સૌથી મોટી જીત ન્યૂઝીલેન્ડને આયરલેન્ડ સામે 290 રનથી મળી હતી.

22 ઓવરમાં શ્રીલંકાની ટીમ ઓલઆઉટ
શ્રીલંકાની ટીમ માત્ર 73 રન બનાવીને આઉટ થઈ હતી. આ તેમના માટે વનડેમાં ચોથો સૌથી ઓછો સ્કોર હતો. તો ભારત સામે કોઈ પણ ટીમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. મહેમાન ટીમ 22મી ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. આ ભારતીય જમીન પર સૌથી ઓછી ઓવરમાં ઓલઆઉટ થવાને રેકોર્ડ છે. 2016માં ન્યૂઝીલેન્ડની ટીમ 23.1 ઓવરમાં ઓલઆઉટ થઈ હતી.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *