IND vs SL: જૂના રંગમાં પાછો ફર્યો વિરાટ કોહલી, ચાર વનડેમાં ફટકારી ત્રીજી સદી
કોહલીને મળવા સ્ટેડિયમમાં ઘૂસી આવ્યો ફેમ
ટીમ ઈન્ડિયા ફીલ્ડિંગ કરી રહી હતી ત્યારે એક ફેન સુરક્ષા તોડીને સ્ટેડિયમમાં આવ્યો હતો. તે વિરાટ કોહલીને મળવા માગતો હતો. તે દોડીને કોહલી તરફ ગયો હતો અને તેના પગે પડ્યો હતો. ક્રિકેટર પણ પોતાનો બચાવ કરવા માગતો હોય તેમ લાગતું હતું. તેની સાથે ફિલ્ડ પર રહેલા શુભમન ગિલ, અક્ષર પટેલ, મહોમ્મદ સિરાઝ અને કેએલ રાહુલને પણ નવાઈ લાગી હતી. આ કિસ્સો જોઈને શ્રેયસ અય્યર મજા લેતો હોય તેમ લાગતું હતું. સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઈ રહી છે. ત્યારબાદ આ ખેલાડીઓ સાથે ફેને તસવીર લીધી હતી, જે સૂર્યકુમાર યાદવે ક્લિક કરી હતી.
IND vs SL 3rd ODI: ટીમ ઈન્ડિયાને મળી વન-ડેના ઈતિહાસની સૌથી મોટી જીત
કોહલીએ સદી ફટકારવાની સાથે બનાવ્યા કેટલાક રેકોર્ડ
શ્રીલંકા સામેની વનડે મેચોની સીરિઝની અંતમાં મેચમાં વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 74મી સદી ફટકારી હતી. જો કે, વનડેમાં તેની 46મી સદી હતી. આ પહેલા શ્રીલંકા સામે ગુવાહાટીમાં તેણે 100 રન કર્યા હતા. આ સાથે તેણે ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકરના રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધો. તે વનડે ફોર્મેટમાં ઘરઆંગણે સૌથી વધારે સદી ફટકારનારો ટીમ ઈન્ડિયાનો પહેલો ખેલાડી બન્યો. આ સાથે કોહલીએ શ્રીલંકા સામે વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે સદી મારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. શ્રીલંકા સામે તેની આ 10મી સદી હતી. આ મામલે કોહલી દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે.
Read Latest Cricket News And Gujarati News