IND vs SL: રોહિતે મેચની સાથે દિલ પણ જીત્યું, ‘આઉટ’ થયા પછી પણ શનાકાને ફટકારવા દીધી સદી
વિરાટ કોહલીએ શું કહ્યું?
વનડે કરિયરમાં 45મી સદી ફટકારનારો વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે કહ્યું હતું ‘એક બાબત હું શીખ્યો છું અને તે છે કે હતાશા તમને ક્યાંય લઈને જતી નથી. તમારે વસ્તુઓને જટિલ બનાવવાની જરૂર નથી. મેદાનમાં કોઈ પ્રકારનો ડર રાખ્યા વગર રમો. હું કોઈ બાબતને પકડીને રાખી શકું નહીં. તમારે યોગ્ય કારણથી રમવું પડે છે અને દરેક મેચ એ રીતે રમવી પડે છે જાણે તે તમારી અંતિમ મેચ હોય અને આ રીતે તમારે ખુશ થવાનું છે. ગેમમાં આગળ વધવાનું છે. હું હંમેશા વિચારું છું કે, રમવા નથી જઈ રહ્યો, હું એક ખુશી આપનારી જગ્યાએ જઈ રહ્યો છું અને મારા સમયનો આનંદ લઈ રહ્યો છું’.
IND vs SL: બોલ છે કે બંદૂકની ગોળી… સ્પીડનો ‘કિંગ’ બન્યો Umran Malik, બેટ્સમેન ધ્રૂજ્યા
‘કંઈક અલગ કર્યું હોય તેમ લાગતું નથી’
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કોહલીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘મેં કંઈક અલગ કર્યું હોય તેવું મને નથી લાગતું. મારી તૈયારી અને ઈરાદો હંમેશા એક જેવો રહે છે. મને લાગે છે કે, હું બોલને સારી રીતે હિટ કરી રહ્યો છું. તે લયની નજીક હતો જેની સાથે હું રમું છું, મને સમજાયું હતું કે અમારે વધારે 25-30 રન કરવાની જરૂર છે’.
‘બોલિંગમાં સુધારો કરવાની જરૂર છે’
ભારતીય કેપ્ટન રોહિત શર્મા (83) અને શુભમન ગિલે (70) પણ અડધીસદી ફટકારીને પહેલી વિકેટ માટે 143 બનાવી ભારત માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. રોહિતે કહ્યું હતું કે, તે ટીમની બેટિંગથી ખુશ છે પરંતુ બોલિંગમાં સુધારો કરવાની જરૂર છે. ‘અમે બેટિંગમાં સારી શરૂઆત કરી હતી. બેટ્સમેને શાનદાર પર્ફોર્મન્સ આપ્યું. મને લાગે છે કે અમે સારી બોલિંગ કરી શકીએ છીએ. હું વધારે નિંદા કરવા નથી માગતો કારણે સ્થિતિ સરળ નહોતી. અમે શ્રીલંકાના બેટ્સમેન વિરુદ્ધ યોજના બનાવી હતી પરંતુ બોલર ઠીક કરી શક્યા નહીં’, તેમ તેણે ઉમેર્યું હતું.
Read Latest Cricket News And Gujarati News