આ યાદીમાં ભારતનો લિજેન્ડર બેટર સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 34 ટેસ્ટમાં 56.24ની સરેરાશ સાથે 3262 રન નોંધાવ્યા છે. જેમાં નવ સદી અને 16 અડધી સદી સામેલ છે. જ્યારે વીવીએસ લક્ષ્મણે 29 ટેસ્ટમાં 2434 રન નોંધાવ્યા હતાં અને રાહુલ દ્રવિડે 32 ટેસ્ટમાં 2143 રન નોંધાવ્યા છે.
જોકે, કોહલી ઉપરાંત ચેતેશ્વર પૂજારા પાસે પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 2000 રન પૂરા કરવાની તક રહેલી છે. કોહલીની જેમ ઓસ્ટ્રેલિયા સામે પૂજારાનો રેકોર્ડ પણ ઘણો જ દમદાર રહ્યો છે. પૂજારાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 20 ટેસ્ટમાં 54.08ની સરેરાશ સાથે 1893 રન નોંધાવ્યા છે. પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ સદી અને 10 અડધી સદી ફટકારી છે. આમ કોહલી અને પૂજારા માટે આ સિરીઝ માઈલસ્ટોન બની શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.
નોંધીનય છે કે વિરાટ કોહલીએ ગત વર્ષે એશિયા કપ દ્વારા પોતાનું ફોર્મ પરત મેળવી લીધું હતું. તેણે એશિયા કપ ટી20માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ વર્ષ બાદ આ સદી ફટકારી હતી. જોકે, ટેસ્ટમાં કોહલીએ છેલ્લે 2019માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આમ વન-ડે અને ટી20માં તો કોહલીનું ફોર્મ પરત આવી ગયું છે. તેથી ટેસ્ટમાં પણ તે દમદાર પ્રદર્શન કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.