Today News

virat kohli in t20 ranking, T20 Rankings: કોહલીએ રેન્કિંગમાં લગાવી ‘વિરાટ’ છલાંગ, સૂર્યકુમાર યાદવને થયું નુકસાન – t20 rankings: virat kohli reaches top 10 after his remarkable innings against pakistan

virat kohli in t20 ranking, T20 Rankings: કોહલીએ રેન્કિંગમાં લગાવી 'વિરાટ' છલાંગ, સૂર્યકુમાર યાદવને થયું નુકસાન - t20 rankings: virat kohli reaches top 10 after his remarkable innings against pakistan


દુબઈ: ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગ કરી વિરાટ કોહલી (Virat Kohli) છવાઈ ગયો છે. ચારે તરફ તેના નામની ચર્ચા થઈ રહી છે. ભારતનો આ સ્ટાર બેટ્સમેન પાકિસ્તાન સામે પોતાની શાનદાર બેટિંગના દમ પર ટી-20 રેન્કિંગ (T20 Rankings)માં બેટ્સમેનોની યાદીમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. કોહલીએ પાકિસ્તાન સામે અણનમ 82 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી, જેનાથી ભારતે આ મેચ છેલ્લા દડે પોતાના નામે કરી હતી. આ ઈનિંગ્સના દમ પર કોહલી પાંચ ક્રમની છલાંગ લગાવી નવમાં સ્થાને પહોંચી ગયો છે.

યુએઈમાં રમાયેલા એશિયા કપ પહેલા વિરાટ રેન્કિંગમાં 35મા સ્થાને હતો. તેણે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ફિફ્ડી ફટકારી હતી. છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનની સામે વિરાટે સદી ફટકારી હતી. એશિયા કપ પછી તે રેન્કિંગમાં 15મા સ્થાને પહોંચી ગયો હતો. હવે, ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ધમાકેદાર ઈનિંગ્સ રમી તે 9મા સ્થાને પહોંચી ગયો છે.

રિઝવાન હજુ પણ ટોપ પર
પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (849 રેટિંગ પોઈન્ટ્સ) ટોચના સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમે ડેવોન કોનવે (831 પોઈન્ટ્સ) ત્રણ સ્ટેપ આગળ વધી સૂર્યકુમાર યાદવના સ્થાને બીજા નંબરે પહોંચી ગયો છે. કોન્વેએ ઓસ્ટ્રેલિયા સામે 58 દડા પર અણનમ 92 રનની ઈનિંગ્સ રમી હતી, જેનાથી ન્યૂઝીલેન્ડે વર્તમાન ચેમ્પિયનને 89 રને હરાવ્યું હતું. રિઝવાન ભારતની સામે 12 દડામાં માત્ર 4 રન બનાવી શક્યો હતો.

સૂર્યકુમાર યાદવને પડ્યો ફટકો
પાકિસ્તાન સામે સૂર્યાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. સૂર્યકુમાર 828 રેટિંગ પોઈન્ટ છે અને તે બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયો. તે પછી પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝામ (799) અને દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ (762)નો નંબર આવે છે. ભારત સામેની મેચમાં બાબર આઝમનું ખાતું પણ ખૂલ્યું ન હતું. તે પહેલા જ દડે અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો.

Exit mobile version