રોહિત-વિરાટ ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝ ગયા નથી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં પરિવાર સાથે રજાઓનો આનંદ માણી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના આ સિનિયર ખેલાડીઓ આવતા સપ્તાહે વિન્ડીઝ પહોંચે તેવી શક્યતા છે. રોહિત શર્મા પેરિસમાં છે અને વિરાટ કોહલી લંડનમાં રજાઓ માણી રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ પેરિસ અને લંડનથી જ વેસ્ટ ઈન્ડિઝ જશે.
ટીમ ઈન્ડિયા 1 મહિનાના બ્રેક બાદ રમશે
ટીમ ઈન્ડિયા 1 મહિનાના બ્રેક બાદ રમવાનું શરૂ કરશે. ભારતીય ટીમ 2023-2025 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત બંને ટીમો વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણી સાથે કરશે. ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની ODI શ્રેણી રમાશે, જેમાં પ્રથમ બે મેચ 27 અને 29 જુલાઈના રોજ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ત્રીજી વનડે 1 ઓગસ્ટે ત્રિનિદાદમાં બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં રમાશે. જ્યારે બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં 3 ઓગસ્ટથી ટી-20 સિરીઝ શરૂ થશે. T20 સિરીઝની છેલ્લી 2 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ
- 12 થી 16 જુલાઈ પહેલી ટેસ્ટ, ડોમિનિકા
- 20 થી 24 જુલાઈ બીજી ટેસ્ટ, ત્રિનિદાદ
- 27 જુલાઈ પહેલી ODI, બાર્બાડોસ
- 29 જુલાઈ બીજી ODI, બાર્બાડોસ
- 1 ઓગસ્ટ, ત્રીજી ODI, ત્રિનિદાદ
- 3 ઓગસ્ટ, પહેલી T20, ત્રિનિદાદ
- 6 ઓગસ્ટ, બીજી T20, ગુયાના
- 8 ઓગસ્ટ, ત્રીજી T20, ગુયાના
- 12 ઓગસ્ટ, ચોથી T20, ફ્લોરિડા
- 13 ઓગસ્ટ, પાંચમી T20, ફ્લોરિડા
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા
ભારતની ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટકીન), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર , અક્ષર પટેલ , મોહમ્મદ સિરાજ , મુકેશ કુમાર , જયદેવ ઉનડકટ , નવદીપ સૈની.
ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.