Virat Kohli shares10th Marksheet

virat kohli 10th marksheet, 10મા ધોરણમાં મળ્યા હતા કેટલા માર્ક્સ? IPL 2023 પહેલા વિરાટ કોહલીએ શેર કરી માર્કશીટ – virat kohli shares class 10th marksheet before ipl 2023 opening match


નવી દિલ્હીઃ વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર તો જબરજસ્ત છે. ફીલ્ડિંગથી લઈને બેટિંગમાં તેને ટોપ ગ્રેડ અપાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, વિરાટે પોતાના સ્કૂલના દિવસોમાં એક વિદ્યાર્થી તરીકે તેને કેટલા માર્ક્સ મળ્યા હતા? ભારતીય રન-મશીન બન્યા પહેલા કોહલી ગણિતમાં ઘણો સાધારણ વિદ્યાર્થી હતો. કોહલીએ પોતે સ્વીકાર કર્યું કે, તેણે ક્યારેય ક્રિકેટમાં એટલી મહેનત નથી કરી, જેટલી તેણે આ વિષયમાં પાસિંગ માર્ક્સ લાવવા માટે કરી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સીઝન પહેલા કોહલીએ પોતાની 10મા ધોરણની માર્કસશીટ શેર કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના પૂર્વ કેપ્ટન કોહલીએ પોતાની ધોરણ 10મા ધોરણની માર્કશીટની એક તસવીર પોસ્ટ કરી. કોહલીએ લખ્યું કે, એ મજેદાર છે કે, કઈ રીતે વસ્તુઓ જે તમારી માર્કશીટમાં સૌથી ઓછું જોડે છે, તમારા ચારિત્ર્યમાં સૌથી વધુ જોડે છે.

વિરાટ કોહલીની 10મા ધોરણની માર્કશીટ.

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. બધા ફોર્મેટમાં પોતાની સદીના દુકાળને દૂર કર્યા બાદ કોહલી આઈપીએલ 2023માં બેંગલોર માટે પહેલી ટ્રોફી જીતવાની તૈયારી કરી રહ્યો છે. ફાફ ટુ પ્લેસિસની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. કોહલીએ ટી-20 લીગમાં 222 મેચોમાં 6,624 રન બનાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં રહેલા વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધમાકેદાર દેખાવ કરી પોતાનું ફોર્મ પાછું મેળવ્યું છે.

બેટિંગ આઈકન કોહલીએ 2008માં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) સામે આઈપીએલ ડેબ્યુ કર્યું હતું. આરસીબી આઈકને 5 સદી અને 44 અડધી સદી ફટકારી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાની ટેસ્ટ સદીના દુકાળનો અંત કર્યો હતો. ભારતના પૂર્વ કેપ્ટને ચાર મેચોની ટેસ્ટ સીરિઝમાં રોહિત એન્ડ કંપની માટે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો. કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 297 રન બનાવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *