IND vs AUS: મિશેલ સ્ટાર્કની પહેલી જ ઓવરમાં ભયંકર ભૂલ, રોહિત 2 વાર આઉટ હોવા છતા પણ ન લીધો DRS
પત્નીએ આપેલા બલિદાન વિશે કોહલીએ કરી વાત
આરસીબી પોડકાસ્ટ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘છેલ્લા બે વર્ષથી જે પ્રકારની સ્થિતિ છે, અમારે એક બાળક છે અને એક મા તરીકે અનુષ્કાએ ઘણું બલિદાન આપ્યું છે. તેને જોઈને મને અહેસાસ થાય થયો હતો કે, મારી જે સમસ્યાઓ હતી તે તો કંઈ નહોતી. જ્યાં સુધી અપેક્ષાઓની વાત છે તો તમારો પરિવાર તમને પ્રેમ કરે છે ત્યાં સુધી તમે વધું અપેક્ષા રાખશો નહીં કારણ કે તે મૂળભૂત જરૂરિયાત છે’
કોહલીએ અનુષ્કાને ગણાવી પ્રેરણા
આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘જ્યારે તમને પ્રેરણા જોઈએ ત્યારે તમે ઘરથી શરૂઆત કરો છો. મારા માટે અનુષ્કા સૌથી મોટી પ્રેરણા રહી છે. મારા જીવનનો એક સંપૂર્ણપણે અલગ ધ્યેય હતો. જ્યારે તમે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડો છો ત્યારે તમારી અંદર કેટલાક ફેરફાર આવવા લાગે છે. તે જીવનને અલગ રીતે જુએ છે અને તે બાબતે મને પણ સારા માટે બદલાવા તેમજ સ્થિતિને વધુ સારી રીતે સ્વીકારવા માટે પ્રેરિત કર્યો હતો’.
ક્યારે મેદાનમાં પરત ફરશે જસપ્રિત બુમરાહ? ઈજાના કારણે હવે IPL-2023 પણ ગુમાવી શકે છે
કરિયરના ખરાબ તબક્કામાં બદલાયું કોહલીનું વલણ
આ વર્ષની શરૂઆતમાં, વિરાટ કોહલીએ કબૂલાત કરી હતી કે, જ્યારે તેના કરિયરનો ખરાબ તબક્કો ચાલી રહ્યો હતો ત્યારે તે પરેશાન થઈ જતો હતો. તેણે તેમ પણ કહ્યું હતું કે તે ઝડપથી દરેક પણ ગુસ્સે થઈ જતો હતો અને ચીડાતો હતો. અનુષ્કા સાથેનું વર્તન પણ કંઈક અલગ જ હતું. ‘મારી આસપાસ સાથેના લોકો સાથે આવું વર્તન ઠીક નહોતું. અનુષ્કા અને અન્ય સાથે. જેમણે હંમેશાથી તમને સપોર્ટ આપ્યો છે અને પ્રેમ કર્યો છે તેમના માટે તમને આવી સ્થિતિમાં જોવું સરળ હોતું નથી. મારે જવાબદારી લેવાની જરૂર હતી’, તેમ તેણે સૂર્યકુમાર યાદવ સાથેની વાતચીતમાં કહ્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં વ્યસ્ત કોહલી
વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિરાટ કોહલી હાલ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે. જેની ત્રીજી મેચની શરૂઆત થઈ ગઈ છે. આ મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. બીજી તરફ અનુષ્કા શર્મા પાંચ વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરવાની છે. તે પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં દેખાશે
Read latest Entertainment News and Gujarati News