virat kohli, જે પાકિસ્તાની બોલરની ઓવરમાં કોહલીએ ફટકારી હતી બે યાદગાર સિક્સર, તેણે કહી મોટી વાત - only virat kohli could have hit those two sixes says pakistan pacer haris rauf

virat kohli, જે પાકિસ્તાની બોલરની ઓવરમાં કોહલીએ ફટકારી હતી બે યાદગાર સિક્સર, તેણે કહી મોટી વાત – only virat kohli could have hit those two sixes says pakistan pacer haris rauf


ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે, આ ટુર્નામેન્ટમાં સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાની લાજવાબ બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ટુર્નામેન્ટમાં કોહલીની સૌથી યાદગાર ઈનિંગ્સ પાકિસ્તાન સામે રમી હતી. ગ્રુપ સ્ટેજમાં પ્રથમ મેચમાં જ કોહલીએ પાકિસ્તાન સામે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. તેમાં પણ તેણે પાકિસ્તાની ઝડપી બોલર હેરિસ રૌફની બોલિંગમાં બે સિક્સર ફટકારી હતી તે અદ્દભુત હતી. આ અંગે હેરિસે કહ્યું છે કે વિશ્વનો અન્ય કોઈ બેટ્સમેન તેની બોલિંગમાં એવી બે સિક્સર ફટકારી શક્યો ન હોત. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં કોહલીની તે બે સિક્સર ક્રિકેટપ્રેમીઓને આજીવન યાદ રહી જશે.

તે બે સિક્સર અંગે પ્રથમ વખત બોલતા હેરિસ રૌફે જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યા કે દિનેશ કાર્તિકે તે બે સિક્સર ફટકારી હોત તો તેને ચોક્કસ દુઃખ થયું હોત. કોહલીએ તે મેચમાં 52 બોલમાં 83 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. તેની આ ઈનિંગ્સને ટી20 ક્રિકેટની યાદગાર ઈનિંગ્સમાંની એક ગણવામાં આવે છે. આ મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ચાર વિકેટે રોમાંચક અને દિલધકડ વિજય નોંધાવ્યો હતો.

ભારતને જીતવા માટે અંતિમ આઠ બોલમાં 28 રનની જરૂર હતી અને કોહલીએ ટીમને વિજય અપાવ્યો હતો. હેરિસ રૌફે જણાવ્યું હતું કે, કોહલી વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને તેણે જે પ્રકારે શોટ્સ ફટકાર્યા હતા અને બે સિક્સર ફટકારી હતી, મને નથી લાગતું કે વિશ્વનો અન્ય કોઈ ખેલાડી તે પ્રકારના શોટ્સ ફટકારી શકે છે. જો દિનેશ કાર્તિક અથવા તો હાર્દિક પંડ્યાએ એવી સિક્સર ફટકારી હોત, તો મને દુઃખ થયું હોત, પરંતુ તે કોહલી છે અને તે અલગ ક્લાસનો ખેલાડી છે.

તે મેચ પૂરી થયાને એક મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં રૌફને વિશ્વાસ નથી થતો કે કોહલીએ તેને ડાઉન ધ ગ્રાઉન્ડ સિક્સર ફટકારી હતી. તેણે કહ્યું હતું કે, તે લેન્થ પર કોહલી મને ડાઉન ધ ગ્રાઉન્ડ સિક્સર ફટકારશે તેવો મને કોઈ વિચાર જ ન હતો આવ્યો. તેથી જ્યારે તેણે તે સિક્સર ફટકારી હતી તે તેનો ક્લાસ દેખાડે છે. મારો પ્લાન અને તેનું અમલીકરણ સચોટ હતું પરંતુ તે શોટ વર્લ્ડ ક્લાસ હતો.

રૌફે જણાવ્યું હતું કે, કોહલી સાથે તેને સારું બને છે. તેણે ભારતના 2018-19ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટ માટે કોહલી સામે નેટમાં બોલિંગ કરી હતી. તેણે કહ્યું હતું કે, હું સિડનીમાં ગ્રેડ 1 ક્લબ ક્રિકેટ રમી રહ્યો હતો અને મારે ભારતીય ટીમ સામે બોલિંગ કરવાની હતી. વિરાટ કોહલી, લોકેશ રાહુલ, રવિ શાસ્ત્રી મને હંમેશા ઉષ્માભર્યો આવકાર આપતા હતા. વર્લ્ડ કપ દરમિયાન રવિ શાસ્ત્રીએ મને કહ્યું હતું કે તેઓ મારી સફળતાને જોઈને ખુશ છે. કોહલીએ પણ મારી પ્રશંસા કરતા કહ્યું હતું કે, તે નેટમાં ઘણી સારી બોલિંગ કરી છે અને હું તને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સારો દેખાવ કરતો જોવા ઈચ્છું છું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *