ટીમ ઈન્ડિયા જ્યારે બેટિંગ કરવા ઉતરી હતી ત્યારે વિરાટ કોહલીને શાકિબે આઉટ કર્યો હતો. તે લિટન દાસના હાથમાં કેપ આપી બેઠો હતો. આમ કોહલીએ શાકિબનો કેચ પકડીને પોતાની વિકેટનો બદલો લીધો હતો.
હવામાં ફ્લાઈંગ ડ્રાઈવ લગાવી પકડ્યો કેચ
ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર 24મી ઓવર ફેકી રહ્યો હતો. તેણે ઓવરના ત્રીજા બોલ પર શાકિબને બોલ ફેક્યો હતો. સુંદરે ઓફ સ્ટમ્પ પર બોલ ફેક્યો હતો. શાકિબે તેને કવર ઉપરથી મારવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે એક્સ્ટ્રા કવર્સ પર કોહલી ઉભો હતો. તેણે હવામાં જોરદાર ફ્લાઈંગ ડ્રાઈવ લગાવી હતી અને હવામાં જ કેચ પકડી લીધો હતો.
કોહલીએ શાકિબનો બદલો લીધો
આ અગાઉ જ્યારે ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરી રહી હતી ત્યારે શાકિબ અલ-હસને જ વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. તે સમયે વિરાટ કોહલી ફક્ત 9 રને રમી રહ્યો હતો અને આઉટ થયો હતો. લિટન દાસે શાનદાર કેચ પકડી લીધો હતો. જ્યારે શાકિબ બેટિંગ કરવા ઉતર્યો ત્યારે વિરાટે તેનો કેચ પકડીને આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ સામે એક વિકેટથી પરાજય થયો છે. બાંગ્લાદેશના દસમા અને અગિયારમા ક્રમના બેટ્સમેને જોરદાર લડાયક ઈનિંગ રમીને ભારતના મોં સુધી પહોંચેલો જીતનો કોરીયો ઝૂટવી લીધો હતો અને ભારતનો પ્રથમ વનડેમાં બાંગ્લાદેશ સામે પરાજય થયો થયો હતો.