Travis Head century, Travis Head IPLમાં અનસોલ્ડ રહ્યો, કોઈએ ભાવ ન આપ્યો! હવે WTC ફાઈનલમાં ઈન્ડિયન બોલર્સને ધોઈ નાખ્યા - ipl unsold travis head smash century in wtc final

Travis Head century, Travis Head IPLમાં અનસોલ્ડ રહ્યો, કોઈએ ભાવ ન આપ્યો! હવે WTC ફાઈનલમાં ઈન્ડિયન બોલર્સને ધોઈ નાખ્યા – ipl unsold travis head smash century in wtc final


લંડનઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઈનલ મેચ લંડનના ધ ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ રી છે. તેના આ નિર્ણયને પડકારી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે ઈન્ડિયન બોલર્સને ધોઈ નાખ્યા છે. મેચના પહેલા દિવસથી જ તે આક્રમક બેટિંગ કરતો નજરે પડ્યો હતો. તેવામાં હવે IPLમાં અનસોલ્ડ રહેલા આ ખેલાડીની ફાઈનલમાં વિસ્ફોટક બેટિંગ સુધીની સફર પર નજર કરીએ.

હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર

ટ્રેવિસ હેડે વિસ્ફોટક સદી ફટકારી
ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રેવિસ હેડે ભારત સામે ફાઇનલમાં ધમાકેદાર સદી ફટકારી હતી. એટલું જ નહીં પરંતુ તે હજુ પણ અજેય છે. હેડે અત્યાર સુધી મેચમાં 156 બોલનો સામનો કરીને 93ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 146 રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાં 22 ચોગ્ગા અને 1 છગ્ગો પણ લાગ્યો છે.

હેડે શમી અને સિરાજની મજાક ઉડાવી દીધી
ફાઇનલમાં ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. બંને આઈપીએલમાં સારુ પ્રદર્શન કરી રહ્યા હતા. શમીએ પણ IPL 2023માં સૌથી વધુ વિકેટ લીધી હતી. આ દરમિયાન બંને સારી લયમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે શમી અને સિરાજે પણ WTC ફાઇનલમાં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે ટ્રેવિસ હેડ પિચ પર આવ્યો ત્યારે આ બંને બોલર્સની બોલિંગનો જાદુ કામ કરતો બંધ થઈ ગયો હતો.

આ બંને બોલર્સ સામે ટ્રેવિસ હેડે સરળતાથી રન બનાવ્યા હતા. તેણે માત્ર શમી અને સિરાજની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય બોલિંગ યુનિટની મજાક ઉડાવી દીધી છે. આવી સ્થિતિમાં ટ્રેવિસ હેડ મેચના બીજા દિવસે પણ ભારતીય બોલરો પર વર્ચસ્વ જમાવી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

આઈપીએલ 2023ના ઓક્સનમાં હેડ અનસોલ્ડ રહ્યો
આ ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડીએ IPL 2023ના મિની ઓક્શનમાં 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે પોતાનું નામ નોંધાવ્યું હતું. જોકે કોઈ ટીમે હેડને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો, જેના કારણે તે અનસોલ્ડ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ટ્રેવિસ હેડ પાર્ટ-ટાઇમ ઓફ સ્પિનર પણ છે અને તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે આઈપીએલમાં કુલ 10 મેચ રમી છે, જેમાં 1 ફિફ્ટી સાથે 29ની સરેરાશથી 205 રન બનાવ્યા છે. તેવામાં જો ટ્રેવિસ હેડ આવતા વર્ષે હરાજીમાં પોતાનું નામ નોંધાવે છે તો ફ્રેન્ચાઇઝીસ ચોક્કસપણે તેને પોતાની ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *