ભારત માટે 2013માં છેલ્લી વન-ડે રમનારા જયદેવ ઉનડકટને આ સીરિઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. તેને 10 વર્ષ પછી આ ફોર્મેટમાં રમવાની તક મળી શકે છે. ડાબોડી ફાસ્ટ બોલર ઉનડકટે ભારત માટે 7 વન-ડે રમી છે. તેમાં તેના નામે 8 વિકેટ છે. તો, રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં પાછો આવ્યો છે. એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સીરિઝમાં બહાર બેઠેલા અય્યરને ટીમમાં સ્થાન અપાયું છે.
18 ખેલાડીઓની ભારતીય ટીમ
ત્રણ મેચોની સીરિઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરાઈ છે. ટેસ્ટ અને ટી20ની જેમ ભારત વન-ડે રેન્કિંગમાં પણ ટોપ પર છે. રોહિત શર્મા પહેલી વન-ડે નહીં રમે તો તેના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં ઈશાંત કિશનને સમાવવામાં આવી શકે છે.
17 માર્ચે વન-ડે સીરિઝની પહેલી મેચ મુંબઈમાં રમાવાયા બાદ 19એ બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચથી રોહિત ટીમ સાથે પાછો જોડાઈ જશે. સીરિઝની છેલ્લી મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 22 માર્ચે રમાશે.
વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.