pbks vs rr, IPL: અંતિમ ઓવરમાં સેમ કરને બાજી સંભાળી, રાજસ્થાન સામે પંજાબનો દિલધડક વિજય – ipl 2023 sam curran seals thrilling final over win for punjab kings against rajasthan royals
કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરનની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર દેખાવની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનમાં બુધવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પાંચ રને રોમાંચક વિજય નોંધાવ્યો હતો. રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પંજાબે શિખર ધવન અને પ્રભસિમરનની ઓપનિંગ જોડીની તોફાની બેટિંગની મદદથી નિર્ધારીત 20 …