srh vs csk, IPL: જાડેજા અને કોનવે ઝળક્યા, હૈદરાબાદ સામે ચેન્નઈનો આસાન વિજય – ipl 2023 conway and jadeja guide csk to easy win in low scoring encounter against srh
રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગ બાદ ડેવોન કોનવેની આક્રમક અડધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આસાન વિજય નોંધાવ્યો છે. ચેન્નઈએ સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2023ની સિઝનમાં શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ અને હૈદરાબાદની ટીમો આમને સામને થઈ હતી. ચેન્નઈએ ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદનું …