gujarat titans vs punjab kings, IPL: શુભમન ગિલની અડધી સદી, અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સનો વિજય - ipl 2023 shubman gill half century helps gujarat titans win against punjab kings

gujarat titans vs punjab kings, IPL: શુભમન ગિલની અડધી સદી, અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સનો વિજય – ipl 2023 shubman gill half century helps gujarat titans win against punjab kings


બોલર્સના લજવાબ પ્રદર્શન બાદ ઓપનર શુભમન ગિલે ફટકારેલી અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનમાં ગુરૂવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. મોહાલીમાં રમાયેલી મેચમાં ગુજરાતે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, પંજાબના બેટર્સ મોટો સ્કોર નોંધાવી શક્યા ન હતા. પંજાબે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં મેથ્યુ શોર્ટે સૌથી વધુ 36 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.5 ઓવરમાં ચાર વિકેટે 154 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. જોકે, ગુજરાત સારી સ્થિતિમાં હોવા છતાં મેચને અંતિમ ઓવર સુધી લઈ ગયું હતું. શુભમન ગિલે સૌથી વધુ 67 રન ફટકાર્યા હતા.

શુભમન ગિલની અડધી સદી, ગુજરાત ટાઈટન્સનો વિજય
154 રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈટન્સની બેટિંગ પણ ધીમી રહી હતી. જોકે, ઓપનર રિદ્ધિમાન સહાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 4.4 ઓવરમાં 48 રનની ભાગીદારી નોંધાવી હતી. સહાએ 19 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 30 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સાઈ સુદરર્શન 19 અને કેપ્ટન હાર્દિક પંડ્યા આઠ રન નોંધાવી શક્યા હતા.

શુભમન ગિલે ટીમ માટે સૌથી વધુ 67 રનની ઈનિંગ્સ રમી હતી. શુભમન ગિલ અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. ગિલે 49 બોલનો સામનો કર્યો હતો અન સાત ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ડેવિડ મિલર 18 બોલમાં એક ચોગ્ગા સાથે 17 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. રાહુલ તેવાટિયાએ સેમ કરનના બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. રાહુલે અણનમ પાંચ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, હરપ્રીત બ્રાર અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.

મેથ્યુ શોર્ટ અને મિડલ ઓર્ડરના બેટર્સે પંજાબની લાજ રાખી
ગુજરાત ટાઈટન્સ ટીમે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ઘરઆંગણે રમી રહેલી પંજાબ કિંગ્સની બેટિંગ નિરાશાજનક રહી હતી. ટીમ માટે કોઈ બેટર મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો. ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 153 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં મિડલ ઓર્ડરના બેટર્સે યોગદાન આપ્યું હતું. જોકે, તે તમામ બેટર્સની બેટિંગ ધીમી રહી હતી. ઓપનર પ્રભસિમરન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે કેપ્ટન શિખર ધવન આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.

બાદમાં મેથ્યુ શોર્ટે 24 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ટીમ માટે સૌથી વધુ 36 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ભાનુકા રાજપક્સાએ 26 બોલમાં 20 રન, જિતેશ શર્માએ 23 બોલમાં 25 રન અને સેમ કરને 22 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવર્સમાં શાહરૂખ ખાને નવ બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 22 રન ફટકાર્યા હતા જેના કારણે ટીમનો સ્કોર 150ની પાર પહોંચ્યો હતો. ગુજરાત માટે મોહિત શર્માએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, અલઝારી જોસેફ અને રાશિદ ખાનને એક-એક સફળતા મળી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *