T20 World cup, IND vs PAK: પાકિસ્તાન સાથે થયો અન્યાય? ફ્રી હિટ પર બોલ્ડ થયા પછી નથી મળતા રન? જાણો ICCના નિયમ - india vs pakistan know everything about icc rule for dead ball and free hit

T20 World cup, IND vs PAK: પાકિસ્તાન સાથે થયો અન્યાય? ફ્રી હિટ પર બોલ્ડ થયા પછી નથી મળતા રન? જાણો ICCના નિયમ – india vs pakistan know everything about icc rule for dead ball and free hit


નવી દિલ્હી- ભારતીય ટીમને પાકિસ્તાન (IND vs PAK) સામેની T20 world cupની મેચમાં અંતિમ ત્રણ બોલ પર જીતવા માટે પાંચ રન જોઈતા હતા. આગામી બોલ ફ્રી હિટ થવાનો હતો અને સામે બેટ્સમેન હતો વિરાટ કોહલી. મોહમ્મદ નવાઝે વિરાટને બોલ્ડ કર્યો. ત્યારપછી બોલ થર્ડ મેન તરફ જતો રહ્યો અને ભારતીય બેટ્સમેનોએ દોડીને 3 રન પૂરા કર્યા. ત્યારપછીથી સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ દાવો કરી રહ્યા છે કે તમની સાથે અન્યાય થયો છે. તેમની દલીલ છે કે વિકેટ પછી બોલ ડેડ થઈ જાય છે.

ક્યારે ડેડ થાય છે બોલ?

MCC લૉ ઓફ ક્રિકેટ અનુસાર બોલ ત્યારે જ ડેડ થાય છે જ્યારે તે વિકેટકીપર અથવા તો બોલરના હાથમાં સેટ થઈ જાય છે. આ સિવાય જો બાઉન્ડ્રી લાઈનની બહાર જાય અને બેટ્સમેન આઉટ થાય તો તેને ડેડ જાહેર કરવામાં આવે છે. જો બેટ્સમેન આઉટ નહીં થાય તો બોલ ડેડ નહીં ગણાય. અને ગઈ કાલની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં બેટ્સમેન વિરાટ કોહલી આઉટ નહોતો.

IND vs PAK: Rohit Sharmaને સહેજ પણ નહોતી જીતની આશા, Virat Kohli અને Hardik Pandyaને આપ્યો સમગ્ર શ્રેય
ફ્રી હિટ પર બેટ્સમેન ચાર રીતે આઉટ થઈ શકે છે – રન આઉટ, હેન્ડલ્ડ ધ બોલ, ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ અથવા હિટ ધ બૉલ ટ્વાઈસ. આ સિવાય કોઈ પણ પ્રકારે બેટ્સમેન આઉટ થશે તો તેને આઉટ માનવામાં નહીં આવે અને આ દરમિયાન તે રન પણ લઈ શકે છે.

T20 World cup, IND vs PAK: પાકિસ્તાન સાથે થયો અન્યાય? ફ્રી હિટ પર બોલ્ડ થયા પછી નથી મળતા રન? જાણો ICCના નિયમ - india vs pakistan know everything about icc rule for dead ball and free hitIND vs PAK: પાકિસ્તાની કેપ્ટન Babar Azam પણ બન્યો Virat Kohliનો ફેન, તેની પાસેથી શું શીખવાની જરૂર છે જણાવ્યું
જો ફ્રી હિટ પર બેટ્સમેન બોલને હવામાં મારે છે અને કેચ પકડાઈ જાય તો તે દરમિયાન ભાગીને લીધેલા રન બેટ્સમેનના ખાતામાં ઉમેરાઈ શકે છે. જો બોલ બેટના કિનારાથી વિકેટ પર પડે છે તો પણ તે રન લેવા માટે દોડી શકે છે. આ રન પણ બેટ્સમેનના ખાતામાં ઉમેરાઈ શકે છે. જો બોલ ડાઈરેક્ટ વિકેટ પર વાગે છે તો પણ બેટ્સમેનસ રન લઈ શકે છે. જો બેટ્સમેન ક્રીઝથી દૂર રહે છે તો સામે વાળી ટીમ તેને રન આઉટ કરી શકે છે. ગઈકાલની મેચની વાત કરીએ તો બોલ વિરાટના બેટને નહોતો વાગ્યો માટે અમ્પાયર રોડ ટકરે બાઈનો ઈશારો પણ કર્યો હતો. ભારતીય ટીમને તે 3 રન વધારાના મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં મહિલા બિગ બૈશમાં પર્થ અને મેલબર્ન સ્ટાર્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં ફ્રી હિટ બોલ વિકેટ પર પડ્યા પછી બાઉન્ડ્રી લાઈનની બહાર જતો રહ્યો હતો. આ કારણે બેટિંગ કરનારી ટીમને ચાર રન મળ્યા હતા. માટે નિયમ અનુસાર જોવા જઈએ તો વિરાટ કોહલીને મળેલા રન અયોગ્ય નથી, અને પાકિસ્તાન ટીમ સાથે કોઈ અન્યાય થયો નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *