t20 world cup 2022, T20 World Cup: ભારતીય ટીમ આ ચાર નબળાઈઓ દૂર કરે, નહીંતર ભારે પડશે - t20 world cup team india have to solve this problem and raise its game

t20 world cup 2022, T20 World Cup: ભારતીય ટીમ આ ચાર નબળાઈઓ દૂર કરે, નહીંતર ભારે પડશે – t20 world cup team india have to solve this problem and raise its game


ટી20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અગાઉ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વિરુદ્ધ વિજય નોંધાવ્યો હોવાના કારણે ટીમ ઈન્ડિયા હજી સેમિફાઈનલની રેસમાં છે. ભારતને હવે સુપર-12 રાઉન્ડમાં બુધવારે બાંગ્લાદેશ અને રવિવારે ઝિમ્બાબ્વે સામે રમવાનું છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે રોહિત શર્માની ટીમે આ બંને મેચ જીતવી જોઈએ. ભારતે ત્રણ મેચ રમી છે છતાં ટીમમાં હજી કેટલીક નબળાઈઓ છે જે ટીમે તાકીદે દૂર કરવાની જરૂર છે.

1) ડોટ બોલનું પ્રમાણ ઘટાડેઃ ભારતીય ટીમે ડોટ બોલ રમવાનું પ્રમાણ ઘટાડવાની જરૂર છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતે 46 બોલ અને સાઉથ આફ્રિકા સામે 57 બોલ ખાલી રમ્યા હતા. એટલે કે તેમાં એક પણ રન નોંધાયો ન હતો. આમ કુલ 43 ટકા બોલ રન વગરના રહ્યા હતા. જેના કારણે પાછળથી બેટર્સે જોખમી શોટ રમવા પડે છે. તેથી આવી પરિસ્થિતિમાં એક-બે રન ઘણા મહત્વના હોય છે. વધારે ડોટ બોલ રમવા તે બેટર્સને સ્ટ્રાઈક રોટેટ કરવાની અક્ષતમા દેખાડે છે. પર્થની ઝડપી અને ઉછાળ ભરેલી પિચ પર ઓપનર્સે પ્રથમ રન લેવા માટે 10 બોલ લીધા હતા. પ્રથમ 12 બોલમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ ફક્ત એક જ રન નોંધાવી શક્યા હતા.

2) સ્ટમ્પ પર થ્રો કરવા પડશેઃ ભારતીય ફિલ્ડર્સ સ્ટમ્પ પર થ્રો મારવામાં નિષ્ફળ રહ્યા છે. સપ્ટેમ્બરમાં એશિયા કપમાં શ્રીલંકા સામેની મહત્વની મેચમાં આવું જોવા મળ્યું હતું. વિકેટકીપર રિશભ પંત અને આર્શદીપ સિંહ પોતાના થ્રો સ્ટમ્પ પર મારવામાં નિષ્ફળ રહ્યા હતા. રવિવારે સાઉથ આફ્રિકા સામેની મેચમાં પણ આવું જ જોવા મળ્યું હતું. રોહિત શર્માએ બે વખત નજીકના અંતરથી રન આઉટની તક ગુમાવી હતી અને માર્કરામને જીવતદાન મળ્યા હતા. ભારત આ ગુમાવેલી તક ભારે પડી હતી. બીજી તરફ સાકિબ અલ હસને ઝિમ્બાબ્વેના સુકાની ક્રેગ ઈરવિનને રન આઉટ કરીને મેચની બાજી પલટી દીધી હતી.

3) કેચિંગ અને સ્ટમ્પિંગમાં પણ સુધારો કરવો પડશેઃ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓના કેચિંગ અને વિકેટકીપર દિનેશ કાર્તિકનું વિકેટકીપિંગ ઘણું જ નિરાશાજનક રહ્યું છે. સ્પિનર્સ સામે વિકેટ પાછળ કાર્તિક અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં મહત્વની ક્ષણોએ અર્શદીપ સિંહે આસાન કેચ છોડ્યો હતો. જ્યારે રવિવારે સાઉથ આફ્રિકા સામે વિરાટ કોહલીએ માર્કરામનો કેચ છોડ્યો હતો. જ્યારે નેધરલેન્ડ્સ સામે કાર્તિકે બે આસાન સ્ટમ્પિંગ ગુમાવ્યા હતા.

4) લોકેશ રાહુલનો વિકલ્પ શોધવો પડશેઃ લોકેશ રાહુલ છેલ્લા કેટલાક સમયથી નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપની પ્રથમ ત્રણ મેચમાં તે ફ્લોપ રહ્યો છે. જેના કારણે ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત મળી રહી નથી. દ્વિપક્ષીય સીરિઝમાં તે સારું પ્રદર્શન કરે છે પરંતુ આઈસીસીની મોટી ટુર્નામેન્ટ્સમાં તે નિષ્ફળ રહ્યો છે. કોચ રાહુલ દ્રવિડે લોકેશ રાહુલનું સમર્થન કર્યું છે અને તે મોટા ફેરફાર કરવા ઈચ્છતા નથી. દિનેશ કાર્તિકને પીઠની ઈજા થઈ છે જેના કારણે બાંગ્લાદેશ સામે રિશભ પંતની રમવાની તકો મજબૂત બની છે. ટીમ રિશભ પંત પાસે ઓપનિંગ કરાવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *