t20 world cup 2022, T20 WC: દ.આફ્રિકાને હરાવી પાકિસ્તાને સેમિની આશા જીવંત રાખી, શું બગડશે ભારતનું સમીકરણ? - t20 world cup group 2 qualification scenario explained after pakistans win over south africa

t20 world cup 2022, T20 WC: દ.આફ્રિકાને હરાવી પાકિસ્તાને સેમિની આશા જીવંત રાખી, શું બગડશે ભારતનું સમીકરણ? – t20 world cup group 2 qualification scenario explained after pakistans win over south africa


ટી20 વર્લ્ડ કપમાં ગુરૂવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને શાનદાર દેખાવ કરતા સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો. આ વિજય સાથે પાકિસ્તાને તેની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે. સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2ની મેચમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરૂવારે રમાયેલી મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. પાકિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં નવ વિકેટે 185 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકાની બેટિંગ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે તેનો ટાર્ગેટ રિવાઈઝ કરવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામે 14 ઓવરમાં 142 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જોકે, સાઉથ આફ્રિકા 14 ઓવરમાં નવ વિકેટે 108 રન જ નોંધાવી શક્યું હતું અને પાકિસ્તાને 33 રને મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાનના વિજય સાથે હવે બાબર આઝમની ટીમ અને સાઉથ આફ્રિકાના 4-4 પોઈન્ટ થઈ ગયા છે. જો આ મેચમાં સાઉથ આફ્રિકા જીતી ગયું હોત તો તે સેમિફાઈનલમાં પહોંચી ગયું હોત અને પાકિસ્તાન સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હોત. જોકે, પાકિસ્તાનના વિજય સાથે ગ્રુપ-2નું ગણિત રસપ્રદ બની ગયું છે. પાકિસ્તાન હજી પણ સેમિફાઈનલની રેસમાં યથાવત રહ્યું છે. જોકે, તેના માટે તેને અન્ય મેચોના પરીણામો પર આધાર રાખવો પડશે.

ગ્રુપ-2માં ભારતીય ટીમ ચાર મેચમાં છ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ભારતને સાઉથ આફ્રિકા સામેની મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચાર પોઈન્ટ સાથે સાઉથ આફ્રિકા બીજા ક્રમે છે. સાઉથ આફ્રિકાએ ચાર મેચમાંથી બે મેચ જીતી છે અને એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. સાઉથ આફ્રિકા સામેના વિજય બાદ પાકિસ્તાની ટીમ ત્રીજા ક્રમે આવી ગઈ છે. પાકિસ્તાને ચારમાંથી બે મેચ જીતી છે. પાકિસ્તાનને ભારત અને ઝિમ્બાબ્વે સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગ્રુપની અન્ય ટીમોમાં બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ અનુક્રમે ચોથા, પાંચમાં અને છઠ્ઠા ક્રમે છે.

ગ્રુપ-2નો સેમિફાઈનલ સિનારિયો આ પ્રમાણે છે
ભારતઃ રોહિત શર્માની ટીમ હવે રવિવારે ઝિમ્બાબ્વે સામે પોતાની અંતિમ ગ્રુપ મેચ રમશે. આ મેચ જીતવાની સાથે ભારત ગ્રુપમાં ટોચ પર રહેશે અને તે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લેશે. જો ભારતને પરાજયનો સામનો કરવો પડે છે અને સાઉથ આફ્રિકા પોતાની અંતિમ મેચ હારી જાય છે તો પણ ભારત સેમિફાઈનલમાં પહોંચી જશે. પરંતુ જો સાઉથ આફ્રિકા અંતિમ મેચ જીતી જાય છે અને ભારત ઝિમ્બાબ્વે સામે હારી જાય છે તો રોહિત શર્માની ટીમને બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મેચના પરીણામ પર આધાર રાખવો પડશે. આ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને નજીકના અંતરથી પરાજય આપવો પડશે.

સાઉથ આફ્રિકાઃ સાઉથ આફ્રિકા પાસે હાલમાં પાંચ પોઈન્ટ છે અને ક્વોલિફાઈ થવા માટે તેણે પોતાની અંતિમ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. જો તે હારી જશે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચનું પરીણામ આવશે તો સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. જો સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચમાં વરસાદ આવશે તો નેટ રનરેટ પર આધાર રાખવો પડશે.

પાકિસ્તાનઃ સેમિફાઈનલમાં પહોંચવા માટે બાબર આઝમની ટીમે બાંગ્લાદેશ સામેની મેચ કોઈ પણ ભોગે જીતવી પડશે. આ ઉપરાંત તેણે આશા રાખવી પડશે કે સાઉથ આફ્રિકા નેધરલેન્ડ્સ સામે હારી જાય અથવા તો મેચ વરસાદમાં ધોવાઈ જાય. જો ભારત પોતાની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વે સામે હારી જાય છે તો પણ પાકિસ્તાન નેટ રનરેટના આધારે સેમિફાઈનલમાં પહોંચી જશે કેમ કે તેની નેટ રનરેટ ભારત કરતા સારી છે.

બાંગ્લાદેશઃ ગ્રુપમાં બાંગ્લાદેશી ટીમની નેટ રનરેટ સૌથી ખરાબ છે. બાંગ્લાદેશની સેમિફાઈનલમાં પહોંચવાની આશા અત્યંત પાતળી છે. સૌ પ્રથમ તો બાંગ્લાદેશે પોતાની અંતિમ મેચમાં પાકિસ્તાનને હરાવવું પડશે અને આશા રાખવી પડશે કે સાઉથ આફ્રિકા નેધરલેન્ડ્સ સામે હારી જાય. જો ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે હારી જાય છે તો પણ બાંગ્લાદેશ આઉટ થઈ જશે કેમ કે તેની નેટ રનરેટ ભારત કરતા ઘણી જ ખરાબ છે. બીજી તરફ ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સની ટીમો સેમિફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *