હાર્ડ હિટિંગ નહીં પંરતુ સ્માર્ટ હિટિંગ પર ભાર
મેચ બાદ સૂર્યકુમાર યાદવે પોતાની બેટિંગ અંગે જણાવ્યું હતું કે, મેં કંઈ અલગ કર્યું નથી. હું જે પ્રકારે નેટ્સમાં પ્રેક્ટિક કરું છું તે જ રીતે મેદાનમાં પણ બેટિંગ કરું છું. હું હંમેશા શૂન્યથી શરૂઆત કરું છું. હું તે પ્રમાણે જ બેટિંગ કરું છું. તેનાથી મને વિરોધી ટીમોની ફિલ્ડિંગ સમજવામાં મદદ મળે છે. હાર્ડ હિટિંગના બદલે સારી હિટિંગ પર ભાર આપું છું.
મેચ પહેલા લે છે ઊંઘ, કેમ કે…
જ્યારે ઈરફાન પઠાણે પૂછ્યું કે તે વિકેટકીપરના માથા પરથી છગ્ગો કેવી રીતે ફટકારે છે. ત્યારે સૂર્યકુમારે કહ્યું હતું કે કેટલાક શોટ નક્કી હોય છે. હું તે સમજવાનો પ્રયાસ કરું છું કે બોલરના મનમાં શું ચાલી રહ્યું છે. જ્યારે હું ક્રિઝ પર ચાલતો રહું છું કતો બોલર્સ લાઈનલેન્થ પકડી શકતા નથી. પછી તેણે સૌથી મોટું રહસ્ય ખોલ્યું. તેણે હસતા હસતા ઈરફાન પઠાણને કહ્યું હતું કે, હું પ્રત્યેક મેચ પહેલા અડધો કલાકથી 15 મિનિટ ઊંઘ લઉ છું. જેથી મેદાન પર પહોંચું તો ફ્રેશ રહું છું.
સ્વીપ શોટથી ડર લાગે છે, થઈ ચૂકી છે ઈજા
સૂર્યકુમારે જવાબ આપ્યો હતો કે સ્વીપ શોટ રમતી વખતે બોલ છાતી કે પછી માથામાં વાગી શકે છે. નેટમાં પ્રેક્ટિસ દરમિયાન એક બોલ તેના માથા પર વાગ્યો હતો. તેનાથી તેને ઈજા થઈ હતી. આવા શોટથી ડર લાગે છે પરંતુ હું રમું છું. તેણે કહ્યું હતું કે તે બેટિંગમાં સતત સુધારો કરી રહ્યો છે. નોંધનીય છે કે સૂર્યકુમાર યાદવને 2021ના વર્લ્ડ કપમાં તક મળી ન હતી. જેના કારણે તેને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં મચાવી રહ્યો છે તોફાન
સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતું કે આ વર્ષે વર્લ્ડ કપમાં પ્રદર્શન અને તૈયારીઓ અંગે શું કહેશે. ત્યારે તેણે કહ્યું હતું કે, સારા પ્રદર્શનથી ખુશી મળે છે પરંતુ ઓસ્ટ્રેલિયન પિચ પર બેટિંગ કરવી મુશ્કેલ છે. હું મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરું છું. તે મેદાન ઓસ્ટ્રેલિયન મેદાનો જેટલું મોટું નથી, પરંતુ પિચ પર ઉછાળ વધારે છે. આ ઉપરાંત અમે પારસી જીમખાનાના મેદાન પર પણ આ પ્રકારની પિચ તૈયાર કરીએ છીએ. જેનાથી ઓસ્ટ્રેલિયામાં ફાયદો મળે છે.