IND vs SL: વનડે સીરિઝથી વિરાટ કોહલી કરશે કમબેક, આ રેકોર્ડ બનાવવાની શાનદાર તક
મુંબઈની હાર અને સૂર્યકુમાર યાદવે છોડી દીધી કેપ્ટનશિપ
2015ની વાત છે જ્યારે સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની ટીમ મુંબઈને રણજીમાં તમિલનાડુમાં 44 રનથી નિરાશાજનક હાર મળી હતી. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે રાજીનામું આપ્યું હતું. તેની જગ્યાએ બાકીની મેચોમાં આદિત્ય તારેએ કમાન સંભાળી હતી. મુંબઈ માટે તે સત્ર સારું રહ્યું નહોતું. તે કેપ્ટન તરીકે સારું પરિણામ આપી શક્યો નહોતો, પરંતુ બેટથી સૂર્યાનું ફોર્મ પ્રભાવશાળી રહ્યું હતું. તેણે કેપ્ટનશિપ છોડવાના સમયે 53.88ની સરેરાશથી 485 રન બનાવ્યા હતા, જેમાં બે સદી સામેલ હતી.
‘કેપ્ટનશિપ વગર પણ ટીમને લીડ કરીશ’
કેપ્ટનશિપ છોડવા અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો, હાલ ટી20ના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, ‘આ એક વ્યક્તિગત નિર્ણય છે. મુંબઈ ક્રિકેટ સંઘનું પણ માનવું છે કે, હું કેપ્ટન બન્યા વગર ખેલાડી તરીકે વધારે સ્વતંત્રરીતે સ્કોર કરી શકું છું. એવું નથી કે, હું મારી જવાબદારીઓથી ભાગી રહ્યો છું. હું હવે વધારે સારી રાતે મુંબઈ ટીમને સેવા આપી શકીશ’.
વર્ષ 2020માં મુંબઈના રવિ શાસ્ત્રી કેમ સૂર્યાનું તેજ જોઈ શક્યા નહીં?
2018થી બદલાઈ સૂર્યકુમાર યાદવની કિસ્મત
અનુભવી ખેલાડીઓ ઝહીર ખાન અને રોહિત શર્માની ગેરહાજરીમાં સૂર્યકુમારની કપ્તાની મળી હતી. તે સમયે સૂર્યા આઈપીએલની કોલકાતા નાઈટરાઈડર્સ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો. જો કે, તેનું સૌથી વધારે રૌદ્ર સ્વરૂપ આઈપીએલ 2018માં જોવા મળ્યું હતું. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચોમાં 36.57ની સરેરાશ અને 133.33ના સ્ટ્રાઈક રેટથી 512 રન કર્યા હતા, જેમાં ચાર અડધી સદી સામેલ હતી. ત્યારબાદ તેણે દરેક સીઝનમાં 300થી વધારે રન કર્યા હતા.
IPLના કારણે ટીમ ઈન્ડિયામાં થઈ એન્ટ્રી
સૂર્યકુમાર યાદવને પ્રસિદ્ધિ ડોમેસ્ટિક ક્રિકેટથી નહીં પરંતુ આઈપીએલથી મળી હતી. 2018 બાદ તે મુંબઈ ઈન્ડિયન્સ માટે મેચ વિનર તરીકે ઉભરી આવ્યો હતો. તેણે ઘણીવાર સાબિત કરી બતાવ્યું હતું કે, તેની હાજરીમાં ટીમને અન્ય બેટ્સમેનની જરૂર નથી. તે વન મેન આર્મી તરીકે ઓળખાવા લાગ્યો હતો. એક-બે વખત તો તેનો સામનો કોહલી સાથે પણ થયો હતો. 2021માં તેણે ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં યોજાયેલી ટી20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે, તેને તે સમયે બેટિંગની તક મળી નહોતું. પરંતુ અત્યારે તે ધાંસૂ પ્રદર્શન કરી વિરોધી ટીમને હંફાવી રહ્યો છે.
Read Latest Cricket News And Gujarati News