suryakumar yadav, કોલેજમાં જ પત્ની Devisha Shettyને દિલ દઈ બેઠો હતો Suryakumar Yadav, રસપ્રદ છે બંનેની પ્રેમ કહાણી - surya kumar yadav and devisha shettys interesting love story how they met and get married

suryakumar yadav, કોલેજમાં જ પત્ની Devisha Shettyને દિલ દઈ બેઠો હતો Suryakumar Yadav, રસપ્રદ છે બંનેની પ્રેમ કહાણી – surya kumar yadav and devisha shettys interesting love story how they met and get married


ટીમ ઈન્ડિયાએ ICC ટી20 વર્લ્ડ કપના (T20 World Cup) સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી છે અને ફાઈનલમાં પહોંચશે કે કેમ તે અંગે 10મી નવેમ્બરે જાણ થશે, જ્યારે આપણા ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે મેચ રમાવાના છે. આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) તેના પર્ફોર્મન્સ માટે વધારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે, જે આઈસીસીની બેટિંગ લિસ્ટમાં પહેલા સ્થાન પર છે. થોડા દિવસ પહેલા ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચમાં સૂર્યકુમારે 25 બોલમાં 61 રન ફટકારીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વર્લ્ડ કપની પાંચ મેચોમાંથી ત્રણમાં ક્રિકેટરે અડધી સદી ફટકારી છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે પરંતુ પર્સનલ લાઈફ હંમેશા લો-પ્રોફાઈલ રહી છે. અન્ય ક્રિકેટર્સની પત્નીઓથી વિપરીત સૂર્યકુમારની પત્ની દેવિશા શેટ્ટી (Devisha Shetty) તેની સાથે ગઈ હોવા છતાં લાઈમલાઈટમાં ઓછું રહેવાનું પસંદ કરે છે.

T20 World Cup: સેમિફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહત, સામાન્ય ઈજા બાદ Rohit Sharmaએ ફરી શરૂ કરી પ્રેક્ટિસ

સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીની લવ સ્ટોરી


સૂર્યકુમાર યાદવની ક્રિકેટ જર્ની વિશે તો સૌ જાણે છે, પરંતુ તેની લવસ્ટોરી પણ રસપ્રદ રહી છે. દેવિશા મૂળ દક્ષિણ ભારતીય છે, પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. અહીંયા જ તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. મુંબઈની પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું હતું. આ જ કોલેજમાં તેની મુલાકાત સૂર્યકુમાર યાદવ સાથે થઈ હતી. કહેવાય છે કે, દેવિશાને ડાન્સનો શોખ વધારે છે. કોલેજના એક પ્રોગ્રામમાં તેને ડાન્સ કરતી જોઈ સૂર્યકુમાર આકર્ષિત થયો હતો. પહેલા તેઓ મિત્રો બન્યા હતા અને ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

રાહુલ દ્રવિડ, વિરાટ-રોહિતે ફ્લાઈટમાં કેમ છોડી બિઝનેસ ક્લાસ સીટ? કોના માટે આપ્યું ‘બલિદાન’?

2016માં સૂર્યકુમાર યાદવના થયા લગ્ન


સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેવિશા વ્યવસાયે ડાન્સ ટીચર રહી છે. તે સામાજિક કાર્યોમાં પણ રસ ધરાવે છે અને કેટલાક એનજીઓ સાથે કામ કરી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પતિ સાથેની તસવીરો શેર કરતી રહે છે. દેવિશાએ પોતાની પીઠ પર પતિના નામનું ટેટૂ પણ કરાવ્યું છે.

T20 વર્લ્ડ કપમાં છવાયો સૂર્યકુમાર યાદવ
ભારત માટે કમાલ કરનારો સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. જો કે, તેને ભારતીય ટીમમાં રમવાની તક મળી નહોતી. આઈપીએલમાં મુંબઈ માટે સતત સારું પર્ફોર્મન્સ આપ્યા બાદ તેને જગ્યા મળી. જો કે, 2021ના ટી20 વર્લ્ડ કપમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ 2022માં એટલે કે આ વખતે તેણે પોતાને સાબિત કર્યો અને રનનો વરસાદ કર્યો

Read Latest Cricket News And Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *