suryakumar yadav, પાકિસ્તાનના રિઝવાનને પાછળ રાખીને સૂર્યકુમાર યાદવ બન્યો T20નો નંબર-1 બેટર - icc rankings suryakumar yadav become number one t20i batter

suryakumar yadav, પાકિસ્તાનના રિઝવાનને પાછળ રાખીને સૂર્યકુમાર યાદવ બન્યો T20નો નંબર-1 બેટર – icc rankings suryakumar yadav become number one t20i batter


ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ બુધવારે ટી20 ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બેટર બની ગયો છે. તાજેતરના સમયમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ઘણું જ દમદાર રહ્યું છે. સૂર્યકુમારે પાકિસ્તાનના સ્ટાર ઓપનર મોહમ્મદ રિઝવાનને પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવ્યું છે. ગત સપ્તાહે ટી20 વર્લ્ડ કપમાં સિડની ખાતે નેધરલેન્ડ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં સૂર્યકુમારે 25 બોલમાં અણનમ 51 રન ફટકાર્યા હતા. જેની મદદથી તે ટોચના સ્થાને પહોંચવામાં સફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ ટી20માં વિરાટ કોહલી બાદ નંબર-1 બેટર બનનારો ભારતનો બીજો ખેલાડી બન્યો છે. વિરાટ કોહલીએ સપ્ટેમ્બર 2014થી ડિસેમ્બર 2017 દરમિયાન જુદા-જુદા સમયે કુલ 1,013 દિવસ સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

સૂર્યકુમાર યાદવના 863 પોઈન્ટ છે જ્યારે સપ્ટેમ્બર 2014માં વિરાટ કોહલીના સર્વોચ્ચ 897 રેન્કિંગ પોઈન્ટ રહ્યા હતા. સૂર્યકુમારે ગત વર્ષે માર્ચમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેણે ઘણા ટૂંકા સમયમાં પોતાને ટી20 ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટર તરીકે પ્રસ્તાપિત કરી દીધો છે. તેણે આંતરરાષ્ટ્રીય ટી20માં 37 મેચ રમી છે જેમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. 32 વર્ષીય સૂર્યકુમાર ભારત માટે 13 વન-ડે પણ રમી ચૂક્યો છે.

સૂર્યકુમાર 863 પોઈન્ટ સાથે ટોચ પર છે જ્યારે બીજા ક્રમે રહેલા પાકિસ્તાનના વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાનના 842 રેન્કિંગ પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે 792 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો જ ગ્લેન ફિલિપ્સ પાંચ સ્થાનના કૂદકા સાથે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ સાતમાં ક્રમાંકે પહોંચ્યો છે. તેણે ટી20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 104 અને ઈંગ્લેન્ડ સામે 62 રનની ઈનિંગ્સ રમી હતી.

ટી20 બોલર્સ રેન્કિંગની વાત કરવામાં આવે તો શ્રીલંકન સ્પિનર વાનિન્દુ હસારંગા ચાર સ્થાન આગળ આવીને બીજા ક્રમે પહોંચી ગયો છે. હસારંગા ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન નંબર-1 બોલર બન્યો હતો. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટોચ પર છે. ભારતીય સ્પિનર રવિંચદ્રન અશ્વિન ત્રણ સ્થાનના કૂદકા સાથે 18માં ક્રમે આવી ગયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *