સૂર્યાને લાગી રહ્યો છે ડર
ભારત માટે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટી-20 મેચમાં દિનેશ કાર્તિક ચોથા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે 21 દડામાં 46 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. કાર્તિકની આ ઈનિંગ્સમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ભારતને બીજી જ ઓવરમાં ઝટકો લાગી ગયો હતો. તે પછી બેટિગં કરવા ઉતરેલા કાર્તિકે બોલરોની ધોલાઈ કરી દીધી હતી.
તેની બેટિંગ જોઈને સૂર્યકુમારને પોતાની બેટિંગ પોઝિશન ખતરામાં લાગી રહી છે. સૂર્યાએ મેચ પછી કહ્યું કે, ‘મારે એક ડગલું બેક સીટ લેવી પડી અને તેની સાથે ભાગીદારી કરવી પડી. ડીકેને ટાઈમની જરૂર હતી અને મને લાગે છે કે તેણે જે રીતે બેટિંગ કરી, મારો નંબર-4 મુશ્કેલમાં છે. મેં તેના વિશે વધુ નથી વિચાર્યું, પરંતુ હું તેની રાહ જોઈ રહ્યો છું.’
પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યો
સૂર્યકુમાર યાદવને આ સીરિઝના બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મળ્યો. તેણે 3 ઈનિંગ્સમાં 195ની સ્ટ્રાઈક રેટથી 119 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. પહેલી મેચમાં બેટિંગ માટે મુશ્કેલ પીચ પર તેણે 33 દડામાં 50 રનની ઈનિંગ્સ રમી હતી. બીજી મેચમાં 22 દડામાં તેણે 61 રન બનાવ્યા હતા.
મિત્રો જણાવે છે મારા રેકોર્ડ વિશે
સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, તે રેકોર્ડ પર ધ્યાન નથી આપતો, તેના મિત્રો તેને રેકોર્ડ અંગે જણાવે છે. તેણે કહ્યું કે, તેના મિત્રો તેના રેકોર્ડ અંગેની માહિતી વોટ્સએપ પર મોકલે છે, હું તેને ફોલો નથી કરતો.
Read Latest Sports News And Gujarati News