T20 World Cup: સેમિફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહત, સામાન્ય ઈજા બાદ Rohit Sharmaએ ફરી શરૂ કરી પ્રેક્ટિસ
સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીની લવ સ્ટોરી
સૂર્યકુમાર યાદવની ક્રિકેટ જર્ની વિશે તો સૌ જાણે છે, પરંતુ તેની લવસ્ટોરી પણ રસપ્રદ રહી છે. દેવિશા મૂળ દક્ષિણ ભારતીય છે, પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. અહીંયા જ તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. મુંબઈની પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું હતું. આ જ કોલેજમાં તેની મુલાકાત સૂર્યકુમાર યાદવ સાથે થઈ હતી. કહેવાય છે કે, દેવિશાને ડાન્સનો શોખ વધારે છે. કોલેજના એક પ્રોગ્રામમાં તેને ડાન્સ કરતી જોઈ સૂર્યકુમાર આકર્ષિત થયો હતો. પહેલા તેઓ મિત્રો બન્યા હતા અને ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
રાહુલ દ્રવિડ, વિરાટ-રોહિતે ફ્લાઈટમાં કેમ છોડી બિઝનેસ ક્લાસ સીટ? કોના માટે આપ્યું ‘બલિદાન’?
2016માં સૂર્યકુમાર યાદવના થયા લગ્ન
સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેવિશા વ્યવસાયે ડાન્સ ટીચર રહી છે. તે સામાજિક કાર્યોમાં પણ રસ ધરાવે છે અને કેટલાક એનજીઓ સાથે કામ કરી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પતિ સાથેની તસવીરો શેર કરતી રહે છે. દેવિશાએ પોતાની પીઠ પર પતિના નામનું ટેટૂ પણ કરાવ્યું છે.
T20 વર્લ્ડ કપમાં છવાયો સૂર્યકુમાર યાદવ
ભારત માટે કમાલ કરનારો સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. જો કે, તેને ભારતીય ટીમમાં રમવાની તક મળી નહોતી. આઈપીએલમાં મુંબઈ માટે સતત સારું પર્ફોર્મન્સ આપ્યા બાદ તેને જગ્યા મળી. જો કે, 2021ના ટી20 વર્લ્ડ કપમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ 2022માં એટલે કે આ વખતે તેણે પોતાને સાબિત કર્યો અને રનનો વરસાદ કર્યો
Read Latest Cricket News And Gujarati News