‘હાર્દિક પંડ્યા જેવો સ્વાર્થી ખેલાડી આજ સુધી નથી જોયો…’ જીત બાદ કેમ ટ્રોલ થઈ રહ્યો છે કેપ્ટન?
SKYએ પોતાના પર્ફોર્મન્સની વાત સ્વીકારી
જીત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ‘વનડેમા મારો આંકડો ઘણો ખરાબ છે અને તેને સ્વીકારવામાં મને કોઈ શરમ નથી. પ્રામાણિક હોવાનું સૌથી વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તમારો રેકોર્ડ દરેક કોઈ જાણે છે. તેથી, પોતાના પર્ફોર્મન્સ માટે પ્રામાણિક હોવાનું જરૂરી છે. પરંતુ સૌથી વધારે મહત્વનું એ છે કે, તમે તેને કેવી રીતે સુધારો છો’.
સૂર્યકુમારને વનડેમાં વધારે રમવાની મળી સલાહ
કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે સૂર્યકુમાર યાદવને આ ફોર્મેટમાં વધારે રમવાની સલાહ આપી છે. તેણે કહ્યું હતું કે ‘રોહિત અને રાહુલ સરે મને કહ્યું છે કે, આ ફોર્મેટમાં હું વધારે નથી રમતો તેથી મારે તેમા વધારે રમવું જોઈએ અને તેના વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ‘જો તું અંતિમ 10-15 ઓવરમાં બેટિંગ કરી રહ્યો છો તો વિચાર કે તું ટીમ માટે શું કરી શકો છો. અમે માત્ર તારી પાસેથી એ જ ઈચ્છીએ છીએ કે 40-45 બોલ રમ, જો તને 15-18 ઓવર સુધી બેટિંગ કરવા મળી રહી છે તો તું કુદરતી રીતે તારી ગેમ રમ’ હવે તે મારા હાથમાં છે કે, આ જવાબદારીને તકમાં કેવી રીતે ફેરવું’.
IND vs WI: કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરી વાહિયાત હરકત, મોં જોતો રહી ગયો બિચારો તિલક વર્મા
વનડે સીરિઝમાં ફ્લોપ રહ્યો સૂર્યકુમાર
વેસ્ટઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં સૂર્યકુમાર યાદવ પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો. તે ત્રણ મેચમાં અનુક્રમે 19,24 અને 35 રનની ઈનિંગ રમ્યો હતો. અત્યારસુધીમાં તે 26 વનડે રમ્યો છે અને 24.33ની સરેરાશથી 511 રન બનાવ્યા છે, જે તેના ટી20 ઈન્ટરનેશનલના 45.6 સરેરાશથી ઘણી દૂર છે. તે 2023માં 10 વનડે રમ્યો છે અને આશરે 14ની સરેરાશથી રન કર્યા છે.
વનડે ફોર્મેટને સૌથી પડકારજનક ગણાવ્યું
સૂર્યકુમાર યાદવે પોતાના નિવેદન તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, તે વધારે ટી20 ક્રિકેટમાં રમે છે અને તેને એક આદત થઈ ગયો છે. આ સિવાય તેણે કહ્યું હતું કે, વનડે સૌથી વધારે પડકારજનક ફોર્મેટ છે. ‘મેં ઘણી ટી20 મેચ રમી છે, તેથી એક આદત થઈ ગઈ છે. હું ટી20 નિયમિત રૂપે રમું છું અને તેથી માત્ર એક જ વસ્તુની જરૂર છે કે હું મેદાન પર પોતાને અભિવ્યક્ત કરી શકું. પરંતુ હું વધારે વનડે નથી રમ્યો અને વનડે વધારે પડકારજનક છે. તેવું એટલા માટે કારણ કે તમારે સ્થિતિ પ્રમાણે બેટિંગ કરવી પડે છે. જેમ કે, વિકેટ જલ્દી પડી જાય તો તમારે ક્રિઝ પર વધારે ટકવું પડશે. પછી ભલે એક બોલમાં એક જ રન કરો અથવા અંતમાં ટી20ની જેમ રમો. હવે ટીમ મેનેજમેન્ટે મને આ ફોર્મેટ વિશે જે કંઈ કહ્યું છે, તેને હું માત્ર વનડેમાં લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. થોડો સમય લો, ટીમની જરૂર પ્રમાણે રમો અને પછી અંતમાં કુદરતી રમો. હું ટીમ મેનેજમેન્ટની આશા પર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ’.
Read latest Cricket News and Gujarati News