9મું ફેલ, ક્રિકેટ રમવા પર ફટકારતા પિતા, રિંકુ સિંહ માટે સરળ નહોતી KKRમાં પહોંચવા સુધીની સફર
સુહાના ખાને કર્યા શાર્દુલ ઠાકુરા વખાણ
શાર્દુલ ઠાકુરે માત્ર 29 બોલમાં 68 રન (9 ચોગ્ગા અને 3 છગ્ગા) કર્યા હતા. 31 વર્ષીય ખેલાડીને ચોગ્ગા અને છગ્ગા ફટકારતો જોઈને શાહરુખ ખાન પણ ઉભો થઈને ચીયર કરવા માટે મજબૂર બન્યો હતો. તેની બેટિંગ કરવાની સ્ટાઈલ સુહાના ખાનને પણ પસંદ આવી હતી. મેચ ખતમ થયા બાદ તે મેદાનમાં પહોંચી હતી અને પોતાના હાથેથી પ્લેયર ઓફ ધ મેચ અને સ્ટ્રાઈકર ઓફ ધ મેચનો એવોર્ડ શાર્દુલને આપ્યો હતો. મેચના હીરો રહેલા આ ક્રિકેટરની ઈનિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મને ક્રિકેટ જોવાનું વધારે પસંદ નથી. પરંતુ આ ઈનિંગ જોયા બાદ મને લાગ્યું કે આ એક શાનદાર ગેમ છે. આવી બેટિંગ મેં પહેલા ક્યારેય નથી જોઈ. શાર્દુલ તું સારું રમ્યો. મને ખુશી છે કે હું આ ઐતિહાસિક મેચ અને તારી શાનદાર ઈનિંગની સાક્ષી બની શકી. તે તારી ગેમથી કરોડો લોગોને પોતાના ફેન બનાવી દીધા જેમાં હું પણ સામેલ છું’.
IPL: 3-3 મિસ્ટ્રી સ્પિનર્સે મચાવ્યો એકસાથે તરખાટ, 9 વિકેટ લઈ બદલ્યો IPLનો 16 વર્ષ જૂનો ઈતિહાસ
સુહાના ખાનના વર્તનના થયા વખાણ
સુહાના ખાન પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે અને તેનો પિતા શાહરુખ ઈન્ડસ્ટ્રીનો ‘બાદશાહ’ છે. જો કે, તે એકદમ ડાઉન-ટુ-અર્થ છે. જ્યારે તે શાર્દુલ ઠાકુરને મળી તો તેનો વ્યવહાર એકદમ સામાન્ય હતો. શાર્દુલને ટ્રોફી આપ્યા બાદ તે તેની બાજુમાં જઈને ઉભી રહી ગઈ હતી. સોશિયલ મીડિયા પર તેની વર્ણતૂકની પ્રશંસા થઈ રહી છે.
આ વીડિયોએ જીત્યા ફેન્સના દિલ
આ સિવાય શાહરુખ ખાનનો એક વીડિયો પર ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જે જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકી રહ્યા નથી. વીડિયોમાં એક્ટર વ્હીલચેયરમાં બેઠેલા એક યુવક સાથે જોવા મળ્યો. તેણે તેના કપાળ પર ચૂમી પણ આપી, આટલું જ નહીં તેની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો. આ જોઈ એક ફેને લખ્યું ‘એસઆરકે એક જ તો દિલ છે કેટલીવાર જીતીશ’, તો એક ફેને લખ્યું ‘એમ જ તેને કિંગ નથી કહેવાતો’, કેટલાકે તેને ‘મેન વિથ અ ગોલ્ડન હાર્ટ’ પણ કહ્યો.
Read latest Cricket News and Gujarati News