મેચ બાદ રોહિત શર્મા અને ઈશાન કિશને શુભમન ગિલને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય કેપ્ટને ગિલનું 200 ક્લબમાં સ્વાગત કર્યું હતું. જેમાં હવે પાંચ ભારતીય બેટર થઈ ગયા છે. ભારત માટે સચિન તેંડુલકર, વિરેનદ્ર સહેવાગ, રોહિત શર્મા, ઈશાન કિશન અને શુભમન ગિલે બેવડી સદી ફટકારી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં રોહિત કહ્યું હતું કે, મારા અને ઈશાન તરફથી હું 200-ક્લબમાં તારું સ્વાગત કરું છું.
વિડીયોમાં રોહિત, ઈશાન અને શુભમન વાતો કરી રહ્યા છે. બાદમાં રોહિત ઈશાનને પૂછે છે કે તે બેવડી સદી ફટકારી હતી અને ત્યારબાદ તે બે-ત્રણ મેચમાં કેમ ન હતો રમ્યો. ત્યારે તેના જવાબમાં ઈશાન કિશન એવો જવાબ આપે છે કે રોહિત હસતાં-હસતાં ત્યાંથી ભાગે છે. રોહિત ઈશાનને પૂછે છે કે, ઈશાન, યાર તમે 200 બનાવ્યા બાદ ત્રણ મેચ રમી નથી. ત્યારે તેના જવાબમાં ઈશાન કહે છે કે, ભાઈ કેપ્ટન તો તમે છો.
ઈશાનનો આવો જવાબ સાંભળીને ત્રણેય જણા જોરદાર ખડખડાટ હસી પડે છે. ઈશાને ત્યારબાદ કહ્યું હતું કે, ઠીક છે, આવી બધી બાબતોથી તમને શીખવા મળે છે. ત્યારબાદ રોહિત પૂછે છે કે શું તને ચાર નંબર પર બેટિંગ કરવી સારી લાગે છે? ત્યારે તેણે કહ્યું હતું કે, ઘણું સારું લાગે છે, મને એવું કંઈ નથી. નોંધનીય છે કે ઈશાન કિશને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી.