shubman gill, Shubman Gill સાથે નામ જોડાતા Sonam Bajwaએ કર્યું ફની ટ્વીટ, Sara Ali Khanના નામનો કર્યો ઉલ્લેખ - sonam bajwa teased shubman gill with sara ali khan after double century

shubman gill, Shubman Gill સાથે નામ જોડાતા Sonam Bajwaએ કર્યું ફની ટ્વીટ, Sara Ali Khanના નામનો કર્યો ઉલ્લેખ – sonam bajwa teased shubman gill with sara ali khan after double century


બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝની પહેલી મેચમાં ડબલ સદી ફટકારી ત્યારથી શુભમન ગિલ (Shubman Gill) ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેની આ સિદ્ધિની સાથે-સાથે સારા તેંડુલકર અને સારા અલી ખાન (Sara Ali Khan) સાથેના તેના રિલેશનશિપ વિશે પણ વાત કરી રહ્યા છે તેમજ મીમ્સ બનાવી વાયરલ કરી રહ્યા છે. હવે, પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા (Sonam Bajwa) પણ આ લિસ્ટમાં સામેલ થઈ છે. વાત એમ છે કે, એક યૂઝરે સોનમ અને શુભમનની એક તસવીર ટ્વિટર પર શેર કરી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું ‘શું સોનમ શુભમનની બેક-ટુ-બેક સદી માટેનું કારણ છે?’ એક્ટ્રેસના ધ્યાનમાં આ ટ્વીટ આવતા તેણે તરત જ રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું ‘યે સારા કા સારા જૂઠ હૈ’. આ સાથે તેણે લાફિંગ ઈમોજી પણ મૂક્યું હતું.

પહેલા સચિન અને હવે સૈફની દીકરી સાથે અફેર! ‘ચોકલેટી બોય’ની ઈમેજ ધરાવે છે શુભમન ગિલ

સોનમ બાજવાએ ટ્વીટમાં કર્યો સારાનો ઉલ્લેખ

2022માં શુભમન ગિલ સોનમ બાજવાના ચેટ શો ‘દિલ દિયા ગલ્લા’નો મહેમાન બન્યો હતો. અહીંયા તેને સારા સાથેના રિલેશન વિશે સવાલ કરવામાં આવ્યા હતા. જ્યારે સોનમે તેને બોલિવુડની સૌથી ફિટ એક્ટ્રેસનું નામ પૂછ્યું તો તેણે જવાબમાં તરત જ કહ્યું હતું ‘સારા’. સોનમે આગળ પૂછ્યું હતું ‘શું તું સારાને ડેટ કરી રહ્યો છે?’ તો તેણે કહ્યું હતું ‘કદાચ’. હોસ્ટે તેને પંજાબીમાં પૂછ્યું હતું ‘સારા દા સારા સચ બોલો પ્લીઝ’, તો ક્રિકેટરે કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દિયા, કદાચ અને કદાચ નહીં’. શુભમનના જવાબે તેના સારા સાથેના અફેરની ખબરને જોર આપ્યું હતું. બંને ઘણીવાર સાથે હેન્ગઆઉટ કરતાં જોવા મળ્યા છે. સમગ્ર કિસ્સાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગત વર્ષના ઓગસ્ટમાં બંને મુંબઈની એક ફાઈવ સ્ટાર રેસ્ટોરાંમાં ડિનર ડેટ એન્જોય કરતાં દેખાયા હતા. ત્યારબાદ તેઓ પ્લેનમાં સાથે મુસાફરી કરતાં હોય તેવી તસવીરો પણ સામે આવી હતી.

સાસુ નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટનું કર્યું ભવ્ય સ્વાગત, સસરા મુકેશ અંબાણીએ આપી સરપ્રાઈઝ

સારા તેંડુલકર સાથે રિલેશનમાં હતો શુભમન ગિલ
એકસમય એવો હતો જ્યારે સચિન તેંડુલકરની દીકરી સારા સાથે શુભમન ગિલનું નામ જોડવામાં આવતું હતું. આશરે ત્રણ વર્ષ પહેલાની વાત છે. 2019ના આઈપીએલ દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા થતી હતી. બાદમાં બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હોવાની પણ ખબર હતી. સારાના ગયા બાદ શુભમનના જીવનમાં બીજી સારા એટલે કે સૈફ અલી ખાનની દીકરીની એન્ટ્રી થઈ. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ અંગે સ્પષ્ટ રીતે પુષ્ટિ કરી નથી.

Read latest Entertainment News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *