ક્રિકેટર અક્ષર પટેલ 26 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે, મેહા સાથે ફરશે સાત ફેરા
દર્શકોને ચીડવતા જોઈ કોહલીએ લીધી મજા
23 વર્ષનો યુવા ખેલાડી જ્યારે બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે દર્શકોએ ‘હમારી ભાભી કૈસી હો, સારા ભાભી જૈસી હો’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આ નારા સામે વિરાટ કોહલીનું ગજબનું રિએક્શન કેદ થયું છે. વિરાટ 30-યાર્ડ સર્કલ પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો પરંતુ જ્યારે તેણે જોયું કે દર્શકો શુભમનને સારાના નામથી ચીડવી રહ્યા છે તો તે હસવાનું રોકી શક્યો નહીં. આ સાથે જે તેમને નારા બોલાવવાનું યથાવત્ રાખવાનું ઈશારાથી કહેતો દેખાયો. આ ક્ષણને તેણે ખૂબ એન્જોય કરી હશે તેમ લાગી રહ્યું છે.
રોહિત શર્મા અને શુભમન ગિલઃ શું ભારતને મળી ગઈ છે નવી તોફાની ઓપનિંગ જોડી?
સારા અલી ખાનને ડેટ કરતો હોવાની ચર્ચા
2019ના આઈપીએલ દરમિયાન શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા સાથે જોડાયું હતું. બંને વચ્ચે અફેરની ચર્ચા હતી. જો કે, થોડા સમય બાદ તેમણે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હોવાની પણ ખબર હતી. સારાના ગયા બાદ શુભમનના જીવનમાં બીજી સારાની એન્ટ્રી થઈ. ‘દિલ દિયા ગલ્લા’ નામના ચેટ શોમાં ક્રિકેટરે મહેમાન તરીકે હાજરી આપી તે સમયે હોસ્ટ સોનમ બાજવાએ ફેવરિટ એક્ટ્રેસનું નામ પૂછ્યું હતું. શુભમને એક સેકન્ડ પણ વિચાર્યા વગર સારા અલી ખાનનું નામ લીધું હતું. સારાનું નામ સાંભળી સોનમે પૂછ્યું હતું ‘શું તું સારાને ડેટ કરી રહ્યો છે?’ જવાબમાં શુભમને કહ્યું હતું ‘કદાચ’ અને પછી કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દિયા’.
શુભમનને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ જાહેર કરાયો
જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની સીરિઝમાં કુલ 360 બનાવનારા શુભમન ગિલને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પહેલી મેચમાં તેણે ધમાકેદાર પર્ફોર્મન્સ આપતાં બેવડી સદી ફટકારી હતી અને આ સાથે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્યારબાદ રમાયેલી બીજી મેચમાં 40 અને અંતિમ મેચમાં સદી મારી હતી.
Read latest Cricket News and Gujarati News