પહેલા સચિન અને હવે સૈફની દીકરી સાથે અફેર! ‘ચોકલેટી બોય’ની ઈમેજ ધરાવે છે શુભમન ગિલ
શુભમનને જોઈ દર્શકોએ પાડી ‘સારા…સારા’ની બૂમ
ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામેની વનડે સીરિઝ હાલમાં જ ખતમ થઈ છે, જેમાં શુભમન ગિલે આ ફોર્મેટમાં બીજી સદી ફટકારી હતી અને માત્ર તેના ફેન્સ જ નહીં પરંતુ ક્રિકેટના દિગ્ગજોએ પણ તેના ખૂબ વખાણ કર્યા હતા. સીરિઝની અંતિમ મેચમાં શુભમન જ્યારે બાઉન્ડ્રી રોપ પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો તે સમયે સ્ટેડિયમમાં હાજર દર્શકોએ ‘સારા…સારા’ના નામની બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. તેણે ભીડ સામે હાથ હલાવ્યો હતો અને તરત જ ધ્યાન ગેમ પર કેન્દ્રિત કર્યું હતું.
ડબલ સેન્ચ્યુરી તો સચિન, સહેવાગ અને રોહિતે પણ ફટકારી છે, પણ શુભમન ગિલે તો કમાલ જ કરી દીધી!
ઘણીવાર સાથે જોવા મળી ચૂક્યા છે શુભમન-સારા
2019ના આઈપીએલ દરમિયાન શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા સાથે જોડાયું હતું. બંને વચ્ચે અફેરની ચર્ચા હતી. જો કે, થોડા સમય બાદ તેમણે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હોવાની પણ ખબર હતી. સારાના ગયા બાદ શુભમનના જીવનમાં બીજી સારાની એન્ટ્રી થઈ. ‘દિલ દિયા ગલ્લા’ નામના ચેટ શોમાં ક્રિકેટરે મહેમાન તરીકે હાજરી આપી તે સમયે હોસ્ટ સોનમ બાજવાએ ફેવરિટ એક્ટ્રેસનું નામ પૂછ્યું હતું. શુભમને એક સેકન્ડ પણ વિચાર્યા વગર સારા અલી ખાનનું નામ લીધું હતું. સારાનું નામ સાંભળી સોનમે પૂછ્યું હતું ‘શું તું સારાને ડેટ કરી રહ્યો છે?’ જવાબમાં શુભમને કહ્યું હતું ‘કદાચ’ અને પછી કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દિયા’.
ન્યૂઝીલેન્ડ સામે ફટકારી બીજી સદી
શુભમન ગિલની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, બુધવારે યોજાયેલી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝની પહેલી મેચમાં તેણે બેવડી સદી ફટકારી હતી. આ સાથે તે સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા અને ઈશાન કિશન બાદ તે બેવડી સદી ફટકારનારો પાંચો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે માત્ર 145 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. તેણે 19 ચોગ્ગા અને નવ સિક્સરની મદદથી 149 બોલમાં 208 રન કર્યા હતા. શુભમન ગિલે વન-ડેમાં બેવડી સદી ફટકારીને કેટલાક રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. તે વન-ડેમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવાન ક્રિકેટર બની ગયો છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગિલે 23 વર્ષ અને 132 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી મોટી ઈનિંગ્સ રમનારો બેટર પણ બની ગયો છે.
Read latest Cricket News and Gujarati News