ઈન્દોરની કારમી હાર પછી અ’વાદની પિચનું ગણિત તૈયાર થશે, 20 વિકેટ પડશે કે રનનો થશે વરસાદ!
રશ્મિકા મંદાના પર ક્રશ ન હોવાની શુભમનની સ્પષ્ટતા
ખબર પર શુભમન ગિલની પ્રતિક્રિયા
એક મીડિયા વેબસાઈટમાં શુભમન ગિલને કોઈ ઈન્ટરવ્યૂમાં તેના ક્રશ વિશે પૂછવામાં આવતાં રશ્મિકા મંદાનાનું નામ લીધું હોવાનું લખ્યું હતું. આ વાત વાયરલ થતાં જ લોકોએ મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને તેમનું નામ એકબીજા સાથે જોડાવા લાગ્યા હતા. જ્યારે આ વિશે શુભમન ગિલને જાણ થઈ તો તેણે તરત જ તે મીડિયાના ઈન્સ્ટા અકાઉન્ટ પર કોમેન્ટ કરીને રશ્મિકા સાથે તેનું કોઈ ચક્કર ન ચાલી રહ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી. તેણે લખ્યું હતું કે ‘આ કયુ મીડિયા ઈન્ટરેક્શન હતું, જેના વિશે મને પોતાને નથી ખબર’. અગાઉ પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા સાથે પણ ક્રિકેટરનું નામ જોડાયું હતું ત્યારે તેણે પોતે જ ટ્વિટ કરીને લખ્યું હતું કે ‘યે સારા કા સારા જૂઠ હૈ’.
મેચ પહેલા કોમેન્ટેટરે ક્રિકેટરની પત્નીને ઉંચકી લીધી, દર્શકો બે ઘડી જોતા રહી ગયા
શુભમન સારા અલી ખાનને ડેટ કરી રહ્યો હોવાની ખબર
ગત વર્ષે ઓગસ્ટમાં શુભમન ગિલ અને સારા અલી ખાન એક રેસ્ટોરાંમાં ડિનર લેતા દેખાયા ત્યારથી તેમની વચ્ચે અફેર હોવાની ખબર છે. આ વાતને હવા ત્યારે મળી હતી જ્યારે ક્રિકેટર એક પંજાબી ચેટ શોમાં મહેમાન બનીને પહોંચ્યો હતો. એક્ટિંગ ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ એક્ટ્રેસનું નામ પૂછવામાં આવતાં તેણે સારા અલી ખાન કહ્યું હતું. જ્યારે હોસ્ટે તેને ડેટ કરવા અંગે પૂછ્યું તો તેણે કહ્યું હતું કે ‘કદાચ… સારા કા સારા સચ બોલ દિયા’. ત્યારબાદ બંને એક જ ફ્લાઈટમાં મુસાફરી કરતાં હોય તેવી તસવીર પણ સામે આવી હતી. છેલ્લે શુભમન ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં કેએલ કાહુલની જગ્યાએ રમતો દેખાયો હતો. છેલ્લી મેચ અમદાવાદમાં રમાવાની છે, જેની શરૂઆત 9 માર્ચથી થશે.
Read latest Entertainment News and Gujarati News