Shubman Gill, Hardik Pandya પાસેથી છીનવી લેવાશે Gujarat Titansના કેપ્ટનનું પદ? Shubman Gill લેશે તેની જગ્યા! - shubman gill can lead team said gujarat titans director vikram solanki

Shubman Gill, Hardik Pandya પાસેથી છીનવી લેવાશે Gujarat Titansના કેપ્ટનનું પદ? Shubman Gill લેશે તેની જગ્યા! – shubman gill can lead team said gujarat titans director vikram solanki


મુંબઈઃ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમના ડિરેક્ટર વિક્રમ સોલંકીનું માનવું છે કે, ભારતીય યુવા બેટ્સમેન અને ઓપનર શુભમન ગિલ (Shubman Gill) ક્રિકેટની સારી સમજ ધરાવે છે અને ભવિષ્યમાં તે ફ્રેન્ચાઈઝી ટીમનો કેપ્ટન બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગિલ છેલ્લા છ મહિનાથી ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે અને સારું પર્ફોર્મન્સ પણ આપ્યું છે, જેમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. તેણે ગત વર્ષે (2022) ગુજરાત ટાઈટન્સને આઈપીએલનું ટાઈટલ જીતાડવામાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) સતત બીજા એડિશનમાં કેપ્ટનશિપ કરવાનો છે તે નક્કી છે પરંતુ ટીમ મેનેજમેન્ટ ગિલને ભાવિ કેપ્ટન તરીકે જુએ છે.

શું ઈન્ડિયન ટીમ એશિયા કપ નહીં રમે? પાકિસ્તાનમાં આયોજિત થવાનું લગભગ નક્કી; આગામી રોડમેપ કયો રહેશે

શુભમનને કેપ્ટન તરીકે જુએ છે GTના ડિરેક્ટર
વિક્રમ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે ‘શુભમનની અંદર એક નેતૃત્વકર્તા છુપાયેલા છે અને તે ઘણી જવાબદારી ઉઠાવે છે. મારા મતે તે મહત્વપૂર્ણ નથી કે, તમારા નામની આગળ કેપ્ટન લાગે તો જ તમે તમારી ભૂમિકા નિભાવો. શુભમને ગત વર્ષએ પણ પર્ફોર્મન્સ પ્રત્યે પોતાના પ્રોફેશનલ વલણથી નેતૃત્વકર્તાની ભૂમિકા ભજવી હતી. ભવિષ્યમાં તે કેપ્ટન બની શકે છે. પરંતુ હા, તે વિશે અત્યારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. તેનામાં નેતૃત્વના ગુણ છે. તે પરિપક્વ છે અને ઘણો પ્રતિભાશાળી પણ છે. તેની પાસે સારું ક્રિકેટ મગજ છે અને અમે શુભમન સાથેની ચર્ચા યથાવત્ રાખીશું. જે પણ નિર્ણય લઈશું તેમા તેનો મંતવ્ય જરૂરથી લઈશું’. ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2023માં પોતાની પહેલી મેચ 31 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે. આ જ દિવસથી નવી સીઝનની શરૂઆત થવાની છે, જેની ઓપનિગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે.

ટીમમાં સિનિયર હોવાથી ધોનીને ચીડાવતો હતો યુવરાજ, બાદમાં આ વાતથી બંને વચ્ચે થઈ મિત્રતા

IPL 2022માં ચેમ્પિયન બન્યું હતું ગુજરાત ટાઈટન્સ
ઉલ્લેખનીય છે કે, આઈપીએલની શરૂઆત થઈ ત્યારથી આઠ ટીમ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ અને સનરાઈઝ હૈદરાબાદનો સમાવેશ થાય છે. જો કે, ગત વર્ષે બે ટીમ- ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ઉમેરાઈ હતી. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમે ઈતિહાસ રહ્યો હતો અને રાજસ્થાન રોયલ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. ફાઈનલ પણ અમદાવાદમાં જ રમાઈ હતી.

ગુજરાત ટાઈટન્સના પ્લેઈંગ 11
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે. આ સિવાય ટીમમાં શુભમન ગિલ, કેન વિલિયમ્સ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, યશ દયાળ, અલ્ઝારી જોસેફ, જયંત યાદવ, શ્રીકાર ભારત, રાશિદ ખાન, રાહુલ તેવાટીયા અને ડેવિડ મિલરનો સમાવેશ થાય છે.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *