પ્રથમ વન-ડેઃ બ્રાસવેલની તોફાની સદી એળે ગઈ, ન્યૂઝીલેન્ડ સામે ભારતનો રોમાંચક વિજય
મોહાલીમાં થયા શિફ્ટ
પિતા લખવિંદર સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શુભમનને યોગ્ય ટ્રેનિંગ મળી શકે તે માટે તેઓ ગામ અને ખેતી છોડી મોહાલીમાં શિફ્ટ થયાં હતા. શુભમને અહીંયા જ સ્કૂલનું શિક્ષણ લીધું હતું. ક્રિકેટ ટ્રેનિંદ પીસીએ મોહાલની એકેડેમીમાં લીધી હતી. 2018માં અંડર 19 વર્લ્ડ કપમાં ક્રિકેટરની પસંદગી ટીમ ઈન્ડિયામાં થતાં પિતાને પરિશ્રમનું ફળ મળ્યું હતું. તેણે પાંચ મેચમાં 124ની સરેરાશથી 372 રન બનાવ્યા હતા. આ જ દમદાર પર્ફોર્મન્સના આધારે તેને આઈપીએલમાં કોલકાતા નાઈટરાઈડર્સ અને ત્યારબાદ ભારતીય ટીમમાં પણ એન્ટ્રી મળી.
શુભમન ગિલ વન-ડેમાં સૌથી ઝડપી 1,000 રન બનાવનાર પ્રથમ ભારતીય અને દુનિયાનો બીજો બેટ્સમેન બન્યો
સારાના નામ સાથે શુભમનનું કનેક્શન!
એકસમય એવો હતો જ્યારે સચિન તેંડુલકરની દીકરી સારા સાથે શુભમન ગિલનું નામ જોડવામાં આવતું હતું. આશરે ત્રણ વર્ષ પહેલાની વાત છે. 2019ના આઈપીએલ દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની ખૂબ ચર્ચા થતી હતી. બાદમાં બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હોવાની પણ ખબર હતી. સારાના ગયા બાદ શુભમનના જીવનમાં બીજી સારા એટલે કે સૈફ અલી ખાનની દીકરીની એન્ટ્રી થઈ. ‘દિલ દિયા ગલ્લા’ નામના ચેટ શોમાં ક્રિકેટરે મહેમાન તરીકે હાજરી આપી તે સમયે હોસ્ટ સોનમ બાજવાએ ફેવરિટ એક્ટ્રેસનું નામ પૂછ્યું હતું. શુભમને એક સેકન્ડ પણ વિચાર્યા વગર સારા અલી ખાનનું નામ લીધું હતું. સારાનું નામ સાંભળી સોનમે પૂછ્યું હતું ‘શું તું સારાને ડેટ કરી રહ્યો છે?’ જવાબમાં શુભમને કહ્યું હતું ‘કદાચ’ અને પછી કહ્યું હતું ‘સારા કા સારા સચ બોલ દિયા’. બંને વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે તેના ઘણા પુરાવા છે. કારણ કે, તેઓ અત્યારસુધીમાં ઘણીવાર સાથે સ્પોટ થયા છે.
Read Latest Cricket News and Gujarati News