shubhnam gill 3rd century, શુભમનનો તરખાટ, મુંંબઈ સામેની મેચમાં ફટકારી તોફાની સદી, સીઝનમાં ગિલની કુલ 3 સેન્ચ્યૂરી - gujarats shubnam gill scored a century against mumbai indians in the qualifier match

shubhnam gill 3rd century, શુભમનનો તરખાટ, મુંંબઈ સામેની મેચમાં ફટકારી તોફાની સદી, સીઝનમાં ગિલની કુલ 3 સેન્ચ્યૂરી – gujarats shubnam gill scored a century against mumbai indians in the qualifier match


પ્રચંડ ફોર્મ ચાલી રહેલા શુભમન ગિલે IPL 2023માં પોતાની ત્રીજી સેન્ચ્યૂરી ફટકારી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્વાલિફાયર-2ની મેચમાં ગુજરાતના ઓપનર બેસ્ટેમન શુભમન ગિલે 49 બોલમાં પોતાની સેન્ચ્યૂટી ફટકારી દીધી હતી. મેચમાં પહેલી ઈનિંગમાં શુભમન ગિલે 15મી ઓવરમાં કૈમરન ગ્રીનની પહેલી બોલમાં સિંગલ લઈને પોતાના 100 રન પૂરા કર્યા હતા. પોતાની સેન્ચ્યૂરીમાં 64 રન ગિલે 8 સિકસર્સ અને 4 ચોગ્ગા મારીને બનાવ્યા હતા. આઉટ થતા પહેલા શુભમન ગિલે 60 બોલમાં 129 રન બનાવ્યા હતા.એક સિઝનમાં સૌથી વધુ સેન્ચ્યૂરી ફટકારનાર ખેલાડીઓમાં શુભમન ગીલે પોતાનું નામ નોંધાવી દીધુ છે. જો વાત કરીએ એક સીઝનમાં સૌથી વધુ સેન્ચ્યૂરી મારનાર ખેલાડીની તો, RCBમાં વિરાટ કોહલીએ 2016માં 4 સેન્ચ્યૂરી ફટકારી હતી. ત્યારબાદ 2022માં જોસ બટલરે રાજસ્થાન રોયલ માટે 4 સેન્ચ્યૂરી ફટકારી હતી. જ્યારે 2023માં શુભમન ગીલે ગુજરાત ટાઈટન્સ માટે 3 સેન્ચ્યૂરી ફટકારી છે.

2023માં શુભમન ગીલે મારેલી સેન્ચ્યૂરીની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ સામે 69 બોલમાં 129 રન શુભમન ગીલે આ મેચમાં એટલે કે, ક્વોલિફાયર મેચમાં મર્યા, જ્યારે હૈદરાબાદ સામે શુભમન ગીલે 58 બોલમાં 101 રન ફટકાર્યા હતા અને RCB સામે 52 બોલમાં 104 રન ફટકાર્યા હતા.

કે એલ રાહુલનો અણનમ સ્કોર

શુભમન ગિલ હવે IPLમાં ભારતીય બેટ્સમેન દ્વારા બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર ધરાવે છે, જ્યારે કેએલ રાહુલના નામે અણનમ 132 રન છે, રાહુલે 2020માં બેંગ્લોર સામે પંજાબ માટે આ રેકોર્ડ બનાવ્યો હતો. આટલું જ નહીં, શુભમન ગિલે આ સિઝનમાં 800 રન પણ પૂરા કર્યા. આ કારનામું કરનાર તે માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા વિરાટ કોહલી અને જોસ બટલર આ કરી ચુક્યા છે.

પ્લેઓફમાં સૌથી ઝડપી સદી
શુભમન ગિલ પ્લેઓફમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે, જ્યારે એકંદરે 7મો ખેલાડી. ગિલની હાલની ઉંમર 23 વર્ષ 260 દિવસ છે. ગિલે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરવા માટે આગામી 50 રન બનાવવા માટે માત્ર 10 બોલ લીધા હતા. આ રીતે તેણે પ્લેઓફમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે રિદ્ધિમાન સાહા (2014 ફાઇનલ) અને રજત પાટીદાર (2022 એલિમિનેટર)ની બરાબરી કરી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *